ગૌવંશના સંરક્ષણ અંગે કાયદો બનાવવા માયાવતીએ કેન્દ્રને ફેંક્યો મોટો પડકાર
માયાવતીએ જણાવ્યું કે, જો 'સેસ' લગાવાથી પણ ગૌવંશનું સંરક્ષણ થતું હોય તો કેન્દ્ર સરકાર શા માટે તેના અંગેનો કાયદો બનાવીને સમસ્યાનું સમાધાન લાવતી નથી. સાથે જ માયાવતીએ કેન્દ્રની નીતિઓની ટીકા કરતા જણાવ્યું કે, આ પ્રકારની ખોટી નીતિઓ અને અહંકારી વલણને કારણે દેશનું અત્યાર સુધી ભલું થયું નથી અને ભવિષ્યમાં પણ થવાનું નથી
Trending Photos
લખનઉઃ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગૌવંશના સંરક્ષણ માટે અબકારી અને ટોલ પર સેસ (ઉપકર) લગાવવાની યોજના અંગે બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ બુધવારે જણાવ્યું કે, ભાજપ અને રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના આ વિચારથી પણ જો ગૌવંશનું સંરક્ષણ શક્ય છે તો કેન્દ્ર સરકારે તેના અંગે એક રાષ્ટ્રીય કાયદો બનાવીને તેનું સમાધાન લાવવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે ઉત્તરપ્રદેશના મંત્રીમંડળની બેઠક બાદ એક સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગૌવંશના પશુઓ માટે અસ્થાયી આશ્રયસ્થળોની સ્થાપના અને સંચાલન માટે સહકારી મંડળીઓમાંથી થતી કરની આવક પર બે ટકા, રાજ્યના નફો કરતા ઉદ્યોમો અને નિર્માણ સંસ્થાઓના નફાના 0.5 ટકા અને યુપીડા જેવી સંસ્થાઓના ટોલ ટેક્સમાં 0.5 ટકા વધારાની રકમ 'ગો કલ્યાણ ઉપકર(સેસ)' સ્વરૂપમાં લેવામાં આવશે.
આ મુદ્દે માયાવતીએ કેન્દ્ર પર સીધું નિશાન તાકતા જણાવ્યું કે, આ પ્રકારની ખોટી નીતિઓ અને અહંકારી વલણને કારણે દેશનું અત્યાર સુધી ભલું થયું નથી અને ભવિષ્યમાં પણ થવાનું નથી.
વડા પ્રધાન દ્વારા નવા વર્ષે આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં જણવાયેલી બાબતો અંગે પ્રતિક્રિયા આપતા માયાવતીએ જણાવ્યું કે, "ભાજપ હજુ પણ એવું માની રહ્યો છે કે તેનો બહુમતનો અહંકાર યોગ્ય અને દરેક રીતે સાચો છે. તેના દ્વારા લેવામાં આવેલા દરેક નિર્ણયથી લોકો ખુશ છે અને તાળીઓ વગાડી રહ્યા છે. તેને એમ લાગે છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપની સરકાર જતી રહી તો શું થયું, મતની ટકાવારીમાં ભાજપ કોંગ્રેસને સમાંતર રહી છે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે