આ બ્રિટિશ નાગરિકને પહેલા થયો ડેન્ગ્યૂ-મેલેરિયા, પછી કોરોના હવે ઝેરી કોબ્રા કરડ્યો

બ્રિટિશ નાગરિક ઇયાન જોનસ એક-બે નહીં પરંતુ ચાર વખત મોતને માત આપવામાં સફળ રહ્યા. ભારતમાં રહેવા દરમિયાન  પ્રથમ ડેન્ગ્યૂ અને મેલેરિયાએ ઝપેટમાં લીધા, પછી તેઓ કોરોના વાયરસ (CoronaVirus)નો શિકાર બન્યા. આ ત્રણે બીમારીઓને માત આપ્યા બાદ તેમણે રાહતના શ્વાસ લીધા, તો એક ઝેરી કોબ્રા તેમને કરડી ગયો. 

Updated By: Nov 23, 2020, 07:34 PM IST
આ બ્રિટિશ નાગરિકને પહેલા થયો ડેન્ગ્યૂ-મેલેરિયા, પછી કોરોના હવે ઝેરી કોબ્રા કરડ્યો

જયપુરઃ બ્રિટિશ મૂળના નાગરિક ઇયાન જોનસ (Ian Jones)ને ભારતમાં પ્રથમ ડેન્ગ્યૂ અને મેલેરિયાએ ઝપેટમાં લીધા, પછી તેઓ કોરોના વાયરસ (CoronaVirus)નો શિકાર બન્યા. આ ત્રણે બીમારીઓને માત આપ્યા બાદ તેમણે રાહતના શ્વાસ લીધા, તો એક ઝેરી કોબ્રા તેમને કરડી ગયો. પરંતુ સારી વાત છે કે જોનસ આ ઝેરને માત આપવામાં સફળ રહ્યા છે. 

જોધપુરની હોસ્પિટલમાં હતા દાખલ
દક્ષિણી ઈંગ્લેન્ડના આઇસ ઓફ વાઇટ નિવાસી ચેરિટી વર્કર ઇયાન જોનસ કોરોના કાળ પહેલા રાજસ્થાન આવ્યા હતા. અહીં તેમની સાથે એક બાદ એક દુર્ઘટના થતી રહી. કોબ્રા કરડ્યા બાદ તેમને જોધપુરની હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. 

મળી મદદ
ઇયાન જોસનને ખતરનાક કોબ્રા કરડવાના સમાચાર તેમના પરિવારને મળ્યા તો તેઓ આઘાતમાં આવી ગયો હતો. જોનસની સારવાર માટે પૈસા ભેગા કરવા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. શુક્રવારે ફન્ડરેજિંગ કેમ્પેન શરૂ કરવામાં આવ્યું. પરિવારને આશા હતી કે લોકોની સહાયતાથી તેઓ સારવાર માટે જરૂરી રકમ ભેગી કરી લેશે, પરંતુ માત્ર 48 કલાકની અંદર સહાયતા માટે 16 લાખ રૂપિયા ભેગા થઈ ગયા હતા. દુનિયાભરના લોકોએ આ મુશ્કેલ સમયમાં જોનસના પરિવારનો સાથ આપ્યો હતો. 

6 વખત સાંસત, ત્રણ વખત મુખ્યમંત્રી, આવું રહ્યું તરણ ગોગોઈનું રાજકીય જીવન

પરિવારે વ્યક્ત કર્યો આભાર
પીડિત પરિવારે આર્થિક મદદ માટે લોકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, આ રકમથી ઇયાન જોનસની સારવાર અને તેમને પરત લઈ જવામાં સરળતા રહેશે. જોનસ જ્યારે પોતાના કાર્યાલયમાં આરામ કરી રહ્યા હતા ત્યારે કોબ્રા કરડ્યો હતો. 

હોસ્પિટલ પ્રમાણે જોનસને સાપ કરડ્યા બાદ જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા તો શરૂઆતી તપાસમાં તેમને બીજીવાર કોરોના પોઝિટિવ હોવાની શંકા થઈ, પરંતુ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમની અંદર સાપ કરડવાના બધા લક્ષણ જોવા મળી રહ્યાં હતા. તેમની નજર નબળી પડી અને માંડ-માંડ ચાલી શકતા હતા. સારવાર બાદ તેમની તબીયતમાં સુધાર છે અને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. 

મારા પિતા ફાઇટર
ઇયાન જોનસના પુત્ર સૈબ જોનસે કહ્યુ, મારા પિતા કોઈ ફાઇટરથી ઓછા નથી. ભારતમાં રહેવા દરમિયાન તેઓ પહેલા ડેન્ગ્યૂ અને મેલેરિયાનો ભોગ બન્યા અને પછી કોરોનાથી સંક્રમિત થયા હતા. કોરોના સંકટને કારણે તેઓ પરત ફર્યા નહીં. આ વચ્ચે સમાચાર મળ્યા કે તેમને ઝેરી સાપ કરડી ગયો છે. હાલ તેઓ ખતરાથી બહાર છે અને જલદી સ્વદેશ પરત ફરશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube