આજના યુવાઓને લાગી રહી છે એવી બીમારી, કે જોયા વગર નથી રહી શક્તા એક ખાસ વસ્તુ
Trending Photos
નવી દિલ્હી :ભારતમાં 60 ટકાથી વધુ ‘મિલેનિયલ’ (millennials) એટલે કે 21મી સદીની શરૂઆતમાં જન્મેલા યુવકોને એક નવી પ્રકારની બીમારી લાગુ પડી રહી છે. આ યુવા પોતાના વાંચ્યા વગરના ઈમેઈલ (Email) ને ઈનબોક્સમાં પડેલા જુએ છે તો તેઓ ચિંતિંત થઈ જાય છે. આ ખુલાસો એક સરવેમાં સામે આવ્યો છે. ભારતમાં 600થી વધુ મિલેનિયલોની સાથે તેમના વર્ક ઈ-મેઈલ બિહેવિયર પેટર્નને સમજવા માટે સરવે કરવામાં આવ્યો હતો.
આજકાલ દુનિયાભરના તમામ મિલેનિયલ પોતાના ઈનબોક્સને હર કિંમત પર ખાલી રાખવા પર જોર આપે છે. તેને ‘ઈનબોક્સ ઝીરો’ (Inbox zero) કહેવામાં આવે છે. સરવેમાં માલૂમ પડ્યું કે, પાંચથી બે મિલેનિયલ તે સમયે અસહજ થઈ જાય છે, જ્યારે તેઓ બીજા કામમાં વ્યસ્ત થવા પર ત્રણ-ચાર કલાક સુધી ઈમેઈલ જોઈ શક્તા નથી.
સવારે જાગવા પર સૌથી પહેલા તેઓ ફઓન એપનો ઉપયોગ કરે છે. તેના જવાબમાં 59 ટકાએ વોટ્સએપનું ઉદાહરણ આપ્યું. તો 29 ટકા લોકોએ સોશિયલ મીડિયા એપ જેવા ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકનો ઉલ્લેખ કર્યો અને માત્ર 9 ટકાએ ઈમેઈલ જોયા.
સરવેનું તારણ એવું નીકળ્યું કે, ઈમેઈલ કેવી રીતે કર્મચારી ઉત્પાદકતાને પ્રભાવિત કરે છે, તેના પરર કેટલીક રસપ્રદ માહિતીઓ આપવામાં આવી છે. 63 ટકા મિલેનિયલએ માન્યું કે, તેમના લાંબા ઈ-મેઈલએ તેમના કાર્યસ્થળની પ્રોડક્ટિવિટીમાં બાધા પેદા કરી છે અને તેઓને નાના કે ટુ ધ પોઈન્ટ મેલ પસંદ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે