International Yoga Day 2020: પીએમ બોલ્યા-કોરોના કાળમાં જરૂરી છે યોગા
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2020) પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi) એ રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યુ કે, જે આપણે જોડીએ, સાથે લાવીએ, તે જ યોગ છે. તેઓએ દેશવાસીઓને યોગ દિવસની શુભકામનાઓ આપતા કહ્યું કે, યોગ દિવસ એકજૂટતાનો દિવસ છે. જે એકબીજાને નજીક લાવે છે તે જ યોગ છે. યોગથી ઈમ્યુનિટી વધારવામાં મદદ મળે છે.
પીએમ મોદીએ કહ્યું કે, આજે ભાવાત્મક યોગ દિવસ છે. દરેક દિવસ પ્રાણાયમ કરો. દુનિયાભરમાં યોગનો ઉત્સાહ વધી રહ્યો છે. યોગનો અર્થ સમર્પણ, સફળતા છે. દરેક પરિસ્થિતિમાં સમાન રહેવાનું નામ યોગ છે. યોગ કોઈનાથી ભેદભાવ નથી કરતો. યોગ કોઈ પણ કરી શકે છે. યોગથી શાંતિ અને સહનશીલતા મળે છે. કર્મની કુશળતા જ યોગ છે. કોરોનાથી બચવા માટે યોગ જરૂરી છે.
પીએમ મોદીએ પોતાના સંબોનમાં કહ્યું કે, યોગ દુનિયામાં શાંતિ અને ખુશહાલી લાવે છે. યોગથી આપણી શક્તિ અનેકગણી વધી જાય છે. વિપરીત પરિસ્થિતિમાં સક્રિય રહેવા માટે યોગ જરૂરી છે. પોતાની જવાબદારીઓને પૂરી કરવી પણ એક યોગ છે. પોતાના અને પોતાના લોકોના સ્વાસ્થય માટે પ્રયાસ કરો.
योग तन और मन, कार्य और विचार तथा मनुष्य और प्रकृति के बीच सामंजस्य स्थापित करने का एक माध्यम है।
सम्पूर्ण मानवता को भारतीय संस्कृति के इस अनमोल उपहार को मोदी जी ने अपने प्रयासों से वैश्विक स्वीकृति प्रदान करवायी जिससे आज पूरे विश्व ने योग को अपनाया है।
योग दिवस की शुभकामनाएँ pic.twitter.com/zY32aAH9t2
— Amit Shah (@AmitShah) June 21, 2020
યોગ દિવસ પર ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરતા લખ્યું કે, યોગ તન, અને મન, કાર્ય અને વિચાર તથા મનુષ્ય અને પ્રકૃતિની વચ્ચે સામંજસ્ય સ્થાપિત કરવાનું એક માધ્યમ છે. સંપૂર્ણ માનવતાને ભારતીય સંસ્કૃતિના આ અનમોલ ઉપહારને મોદીજીએ પોતાના પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ પ્રદા કરાવી, જેને આજે સમગ્ર વિશ્વએ અપનાવી છે. યોગ દિવસની શુભકામનાઓ...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે