કાનપુર: PM મોદીનું મિશન સ્વચ્છ ગંગા, સ્ટીમરથી કર્યું ગંગાનું નિરીક્ષણ

નમામી ગંગે (Namami Gange) પ્રોજેક્ટની સમીક્ષા કરવા અને પવિત્ર નદી પર યોજનાનો પ્રભાવ જોવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (PM Narendra Modi) હાલ કાનપુરમાં અટલ ઘાટથી મોટરબોટ દ્વારા ગંગા (Ganga) નું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન પીએમ મોદીની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) , ઉત્તરાખંડ (Uttarakhand) ના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત, અને બિહાર (Bihar) ના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી પણ હાજર છે. 

કાનપુર: PM મોદીનું મિશન સ્વચ્છ ગંગા, સ્ટીમરથી કર્યું ગંગાનું નિરીક્ષણ

કાનપુર: નમામી ગંગે (Namami Gange) પ્રોજેક્ટની સમીક્ષા કરવા અને પવિત્ર નદી પર યોજનાનો પ્રભાવ જોવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (PM Narendra Modi) હાલ કાનપુરમાં અટલ ઘાટથી મોટરબોટ દ્વારા ગંગા (Ganga) નું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન પીએમ મોદીની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) , ઉત્તરાખંડ (Uttarakhand) ના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત, અને બિહાર (Bihar) ના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી પણ હાજર હતાં.

આ અગાઉ નેશનલ ગંગા કાઉન્સિલની પહેલી બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કાનપુર પહોંચ્યાં. અહીં તેમણે ગંગા નદીના રાષ્ટ્રીય કાયાકલ્પ, સંરક્ષણ અને મેનેજમેન્ટને લઈને ચંદ્રશેખર આઝાદ કૃષિ અને ટેક્નોલોજી યુનિવર્સિટીમાં બેઠક યોજી. 

— ANI UP (@ANINewsUP) December 14, 2019

આ બેઠકમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત, અને બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી ઉપરાંત અનેક વરિષ્ઠ નેતાઓ તથા અધિકારીઓ હાજર રહ્યાં હતાં. અહીં પીએમ મોદીએ સૌથી પહેલા નમામિ ગંગે મિશનનું પ્રેઝન્ટેશન જોયું. 

જુઓ LIVE TV

ગંગાને નિર્મળ અન સ્વચ્છ બનાવવા માટે અત્યાર સુધી જે પણ કાર્ય થયા છે તેની પીએમ મોદીએ સમીક્ષા કરી. આ સાથે જ આવનારા સમયમાં ગંગાને સ્વચ્છ અને તેના કિનારાઓને સુંદર બનાવવા માટે શું શું કરી શકાય તેની કાર્યયોજના ઉપર પણ મંથન થયું. સમીક્ષા બાદ પીએમ મોદીએ ક્રૂઝથી ગંગા દર્શન કર્યાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news