ગેહલોતનો ભાજપ પર હુમલો- રાજસ્થાનમાં ચાલી રહેલા તમાશાને બંધ કરાવે PM મોદી

રાજસ્થાનના રાજકીય નાટક  (Rajasthan crisis) રોજ નવી ઘટનાઓ સામે આવી રહી છે. ગેહલોત જૂથના ધારાસભ્યોને જયપુરથી જેસલમેર શિફ્ટ કરવામાં આવ્યા છે. તો આ દરમિયાન આરોપ-પ્રત્યારોપની રાજનીતિ પણ ઉગ્ર થઈ ગઈ છે.   

Updated By: Aug 1, 2020, 04:30 PM IST
ગેહલોતનો ભાજપ પર હુમલો- રાજસ્થાનમાં ચાલી રહેલા તમાશાને બંધ કરાવે PM મોદી

જેસલમેરઃ રાજસ્થાનના રાજકીય નાટક  (Rajasthan crisis) રોજ નવી ઘટનાઓ સામે આવી રહી છે. ગેહલોત જૂથના ધારાસભ્યોને જયપુરથી જેસલમેર શિફ્ટ કરવામાં આવ્યા છે. તો આ દરમિયાન આરોપ-પ્રત્યારોપની રાજનીતિ પણ ઉગ્ર થઈ ગઈ છે. શનિવારે જેસલમેર પહોંચેલે મુખ્યમંત્રી અશોક ગેહલોત (ashok gehlot)એ આરોપ લગાવ્યો કે, ભાજપ તેમની સરકાર પાડવા માટે ધારાસભ્યોના ખરીદ-વેચાણની મોટી રમત રમી રહી છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજસ્થાનમાં ચાલી રહેલા તમાશાને બંધ કરવાની અપીલ કરી છે. 

ગેહલોતે મીડિયા સાથે વાત કરતા કહ્યુ, દુર્ભાગ્યથી આ વખતે ભાજપના પ્રતિનિધિઓ દ્વારા આ ખરીદ-વેચાણની રમત છે. તેઓ કર્ણાટક અને મધ્યપ્રદેશનો પ્રયોગ અહીં કરી રહી છે. ગૃહ મંત્રાલય આ મામલે કામમાં લાગેલું છે. તેમણે કહ્યું, 'તે કહે છે, અમને કોઈની ચિંતા નથી, અમને લોકતંત્રની ચિંતા નથી. અમારી લડાઈ કોઈ સામે નથી, અમારી લડાઈ વિચારધારા, નીતિઓ અને કાર્યક્રમોની લડાઈ છે. લડાઈ તે ન હોય કે તમે ચૂંટાયેલી સરકારને પાડી દો. અમારી લડાઈ કોઈ વ્યક્તિ વિરુદ્ધ નથી. અમારી લડાઈ લોકતંત્ર બચાવવાની છે.'

એલકે અડવાણી અને એમએમ જોશી વીડિયો કોન્ફરન્સથી જોશે ભૂમિ પૂજન, બન્યો આ પ્લાન

વિધાનસભા સત્રની જાહેરાત થતાં, હોર્સ ટ્રેડિંગના ભાવ વધી ગયા
સીએમ ગેહલોતે કહ્યુ કે, મોદીને પ્રધાનમંત્રીના રૂપમાં જનતાએ બીજીવાર તક આપી તે મોટી વાત છે. તેમણે રાજસ્થાનમાં જે તમાશો ચાલી રહ્યો છે તેને બંધ કરાવવો જોઈએ. તેમણે કહ્યું, 'મોદીજીએ પ્રધાનમંત્રી હોવાના નામે રાજસ્થાનમાં જે કંઈ તમાશો થઈ રહ્યો છે તેને બંધ કરાવે, હોર્ટ ટ્રેડિંગના ભાવ વધી ગયા છે. જ્યારે વિધાનસભા સત્રની જાહેરાત થઈ તેના ભાવ વધી ગયા.'

જો પાર્ટી હાઈ કમાન્ડ માફ કરે તો અમે બળવાખોરોને ગળે લગાવશું
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા સરકાર વિરુદ્ધ ટ્વીટ કરવા વિશે ગેહલોતે કહ્યુ કે, સિંગ પોતાની શરમ છોડી રહ્યાં છે જ્યારે ઓડિયો ટેપ મામલામાં જ તેમણે નૈતિકતાના આધારે ખુદ રાજીનામુ આપી દેવું જોઈતું હતું. તેમના નેતૃત્વથી નારાજ થઈને અલગ થવાના સવાલ પર ગેહલોતે કહ્યું કે, આ નિર્ણય પાર્ટી હાઈ કમાન્ડે કરવાનો છે અને હાઈ કમાન્ડ માફ કરી દો તો તેઓ બળવાખોરોને ગળે લગાવી લેશે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube