કોરોનાના ડરથી પુત્રએ પિતાનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી, મુસ્લિમ વ્યક્તિએ નિભાવી 'પુત્રની ફરજ'
મહારાષ્ટ્ર (Maharashtra)ના અકોલામાં કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુ બાદ પુત્રએ પોતાના જ પિતાના મૃતદેહને લેવાનો ઈન્કાર કરી દીધો. પોતાને કોરોના ન થાય તેથી કરીને પુત્રએ પોતાના પિતાનું મોઢું પણ ન જોયું. જ્યારે આ વાત વિસ્તારના સામાજિક કાર્યકરોને ખબર પડી તો તેમણે પોતે મુસ્લિમ હોવા છતાં મૃતકના હિન્દુ રિતિ રિવાજથી દાહ સંસ્કાર કર્યાં.
Trending Photos
જયેશ ઝાગડ, અકોલા: મહારાષ્ટ્ર (Maharashtra)ના અકોલામાં કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુ બાદ પુત્રએ પોતાના જ પિતાના મૃતદેહને લેવાનો ઈન્કાર કરી દીધો. પોતાને કોરોના ન થાય તેથી કરીને પુત્રએ પોતાના પિતાનું મોઢું પણ ન જોયું. જ્યારે આ વાત વિસ્તારના સામાજિક કાર્યકરોને ખબર પડી તો તેમણે પોતે મુસ્લિમ હોવા છતાં મૃતકના હિન્દુ રિતિ રિવાજથી દાહ સંસ્કાર કર્યાં.
મહાનગરપાલિકાના સ્વચ્છતા અધિકારી પ્રશાંત રાજૂરકરે જણાવ્યું કે બે દિવસ પહેલા એક વૃદ્ધનું કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થયું હતું. દસ્તાવેજી કામગીરી બાદ પ્રશાસને મૃતકના ઘરવાળાને જાણ કરી પરંતુ તેમના ઘરેથી કોઈ જ મૃતદેહ લેવા આવ્યું નહીં. જે બાપના કારણે પુત્રને આ ધરતી પર આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે પિતાના અંતિમ સમયે જોવા સુદ્ધા ન ફરક્યો. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ જોઈને મનને આઘાત લાગે છે.
પ્રશાંતે જણાવ્યું કે મૃતકના ઘરમાં તેમના પત્ની અને પુત્ર છે. પુત્ર નાગપુરમાં રહે છે. જ્યારે તેને પિતાના મોતની જાણ થઈ તો તે અકોલા ગયો પરંતુ તેને કોરોના નઈ જાય તે બીકથી તે પિતાના મૃતદેહને કાંધો આપવાનું તો દૂર રહ્યું, તેમના અંતિમ દર્શન કરવા માટે પણ ન ફરક્યો.
આ અંગે જ્યારે વિસ્તારમાં કોરોનાના દર્દીઓની સેવા અને તેમના અંતિમ સંસ્કારના કામમાં લાગેલા જાવેદ ઝકારિયાને જાણ થઈ તો તેમણે તે વૃદ્ધ વ્યક્તિના હિન્દુ રિતિ રિવાજ પ્રમાણે દાહ સંસ્કાર કર્યાં.
જુઓ LIVE TV
જાવેદે કહ્યું કે કોરોનાકાળમાં આવી ઘટનાઓ બે વાતો તરફ ઈશારો કરે છે. પહેલી એ કે કોરોનાએ આપણા સંબંધોની ડોરને તોડવાનું કામ કર્યું છે. પુત્રને કોરોના ન થા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે