સિયાચીનઃ વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ હવે પ્રવાસીઓ માટે ખુલ્લી- રાજનાથ સિંહ

આ અંગેની જાહેરાત કરતા રાજનાથ સિંહે જણાવ્યું કે, "લદ્દાખમાં પ્રવાસનની ઘણી જ સંભાવનાઓ છે. અહીં પરિવહનની સારી સુવિધાઓ મોટી સંખ્યામાં પ્રવાસીઓને ખેંચી લાવે એમ છે. સિયાચિન વિસ્તાર હવે પ્રવાસીઓ અને પ્રવાસન માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. સિયાચિન બેઝથી કુમાર પોસ્ટ સુધીનો સમગ્ર વિસ્તાર પ્રવાસનના હેતુ માટે ખુલ્લો મુકાયો છે."

સિયાચીનઃ વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ હવે પ્રવાસીઓ માટે ખુલ્લી- રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સિયાચીન, વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ હવે પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આી છે. સોમવારે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લદ્દાખમાં આ જાહેરાત કરી હતી. રાજનાથ સિંહે જણાવ્યું કે, સિયાચીનના બેઝ કેમ્પથી કુમાર પોસ્ટ સુધીનો વિસ્તાર પ્રવાસન માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. 

આ અંગેની જાહેરાત કરતા રાજનાથ સિંહે જણાવ્યું કે, "લદ્દાખમાં પ્રવાસનની ઘણી જ સંભાવનાઓ છે. અહીં પરિવહનની સારી સુવિધાઓ મોટી સંખ્યામાં પ્રવાસીઓને ખેંચી લાવે એમ છે. સિયાચિન વિસ્તાર હવે પ્રવાસીઓ અને પ્રવાસન માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. સિયાચીન બેઝથી કુમાર પોસ્ટ સુધીનો સમગ્ર વિસ્તાર પ્રવાસનના હેતુ માટે ખુલ્લો મુકાયો છે."

The Siachen area is now open for tourists and Tourism. From Siachen Base Camp to Kumar Post, the entire area has been opened for Tourism purposes.

— Rajnath Singh (@rajnathsingh) October 21, 2019

રાજનાથ સિંહ લદ્દાખમાં સેનાના વડા જનરલ બિપિન રાવત સાથે શિયોક નદી પર બનેલા કર્નલ ચેવાંગ રિનચેન બ્રીજનું ઉદ્ઘાટન કરવા માટે ગયા હતા. આ બ્રિજ બનવાથી દોલત બેગ ઓલ્ડી સેક્ટરઅને ચીનને અડીને આવેલી લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ એક-બીજા સાથે જોડાઈ ગયા છે. 

This bridge has been completed in record time. It will not only provide all weather connectivity in the region but also be a strategic asset in the border areas pic.twitter.com/cwbeixGOCR

— Rajnath Singh (@rajnathsingh) October 21, 2019

બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા બનાવવામાં આવેલો આ પુલ 4.5 મીટર પહોળો છે અને તેના પર 70 ટન વજન ધરાવતા વાહન ચાલી શકે છે. કર્નલ ચેવાંગ રિનચેનને 1952માં મહાવીર ચક્ર એવોર્ડ એનાયત કરાયો હતો. 

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરાયા પછી કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાનું નક્કી કર્યું છે. આગામી 31 ઓક્ટોબરના રોજ લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવશે. લદ્દાખની સરહદ ચીન અને પાકિસ્તાન એમ બંને દેશને સ્પર્શે છે. 

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news