કોઇ પાર્ટી પાસે બહુમત નથી, રાજ્યપાલ શાસન લગાવવું પડશેઃ ઉમર અબ્દુલ્લા

જમ્મુ કાશ્મીર ગઠબંધન સરકાર અંગે ભારતીય જનતા પાર્ટીએ આજે પત્રકાર પરિષદ યોજીને જમ્મૂ-કાશ્મીરમાં પીડીપી સરકારમાંથી સમર્થન પરત લેવાની જાહેરાત કરી હતી. 

 

 કોઇ પાર્ટી પાસે બહુમત નથી, રાજ્યપાલ શાસન લગાવવું પડશેઃ ઉમર અબ્દુલ્લા

નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરમાં મુફ્તી સરકાર તૂટ્યા બાદ રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ રાજ્યપાલ એનએન વોહરા સાથે મુલાકાત કરી. ઉમરે કહ્યું, મેં રાજ્યપાલ સાથે મુલાકાત કરી. મેં તેમને જણાવ્યું કે, અમને 2014માં મેનડેટ ન મળ્યો અને ન તો અમારી પાસે મેનડેટ છે. ન તો અમને કોઇએ અપ્રોચ કર્યો અને ન તો અમે કોઇને અપ્રોચ કર્યો છે. 

— ANI (@ANI) June 19, 2018

— ANI (@ANI) June 19, 2018

તેમણે કહ્યું કે, અત્યારે કોઈ પાર્ટી પાસે બહુમત નથી તો રાજ્યપાલ શાસન લાગૂ કરવું પડશે. મેં અમારી પાર્ટી તરફથી રાજ્યપાલને વિશ્વાસ અપાવ્યો કે અમે કોઇપણ સ્થિતિમાં તેમનું સમર્થન કરશું, અને સાથે વિનંતી કરી કે રાજ્યમાં વધુ સમય સુધી રાજ્યપાલ શાસન ન લાગે. રાજ્યના લોકોને તેમના દ્વારા પસંદ કરાયેલી સરકારની સાથે આગલ વધવાનો અવસર આપવો જોઈએ. 

જમ્મૂ-કાશ્મીરમાં ભાજપે સમર્થન પરત લીધા બાદ રાજ્યના મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તીએ પોતાનું રાજીનામું રાજ્યપાલને આપી દીધું છે. આ દરમિયાન ભાજપે પણ રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવવાની માંગ કરી છે. 

પીડીપીના પ્રવક્તા રફૂ અહમદ મીરે કહ્યું, અમે સરકાર ચલાવવા માટે તમામ પ્રયત્નો કર્યો. આતો થવાનું હતું. આ અમારા માટે ખૂબ ચોંકાવનાનો નિર્ણય હતો કારણ કે, અમને નિર્ણય વિશે ખ્યાલ ન હતો. બીજીતરફ પીડીપીના અન્ય એક નેતાએ કહ્યું કે, સાંજે 5 કલાકે વિસ્તારથી વાત કરીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news