Coronavirus: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5609 નવા કેસ નોંધાયા, 132 લોકોના મૃત્યુ

દેશમાં હવે કોરોના (Corona Virus) ના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ કોરોનાના દર્દીઓની સંખ્યા હાલ 1,12,359 છે જ્યારે 45300 લોકો આ બીમારીમાંથી સાજા થઈને ઘરે ગયા છે. હાલ દેશમાં 63,624 એક્ટિવ કેસ છે. કોવિડ 19 (Covid-19) ના કારણે 3435 લોકોએ જીવ ગુમાવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના 5609 નવા કેસ નોંધાયા છે. જ્યારે 132 લોકોના મૃત્યુ થયા છે. 

Coronavirus: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5609 નવા કેસ નોંધાયા, 132 લોકોના મૃત્યુ

નવી દિલ્હી: દેશમાં હવે કોરોના (Corona Virus) ના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ કોરોનાના દર્દીઓની સંખ્યા હાલ 1,12,359 છે જ્યારે 45300 લોકો આ બીમારીમાંથી સાજા થઈને ઘરે ગયા છે. હાલ દેશમાં 63,624 એક્ટિવ કેસ છે. કોવિડ 19 (Covid-19) ના કારણે 3435 લોકોએ જીવ ગુમાવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના 5609 નવા કેસ નોંધાયા છે. જ્યારે 132 લોકોના મૃત્યુ થયા છે. 

સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર (Maharashtra) માં જોવા મળ્યાં છે. જે પ્રકારે કેસ વધી રહ્યાં છે તે જોતા તો મહારાષ્ટ્રની હાલત વુહાન (Wuhan) જેવી થઈ રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના અત્યાર સુધીમાં 39,297 કેસ નોંધાયા છે. જ્યારે 1390 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 10,318 લોકો સાજા થયા છે. ત્યારબાદ તામિલનાડુ 13,191 કેસ સાથે બીજા ક્રમે છે. જ્યાં 87 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 5882 લોકો સાજા થયા છે. 

— ANI (@ANI) May 21, 2020

ગુજરાત હવે કોરોનાના કેસમાં ત્રીજા ક્રમે છે. ગુજરાત (Gujarat) માં આરોગ્ય વિભાગે બહાર પાડેલા આંકડા મુજબ 12537 કેસ નોંધાયા છે. જ્યારે 749 લોકોના મૃત્યુ થયા છે. 5219 લોકો સાજા થયા છે. દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો ચોથા નંબરે આવતા દિલ્હી (Delhi) માં કોરોનાના અત્યાર સુધીમાં 11,088 કેસ નોંધાયા છે. 5192 લોકો સાજા થયા છે અને 176 લોકોના મૃત્યુ થયા છે. 

વિશ્વમાં કોરોનાના કેસમાં હવે ભારત પાંચમા નંબરે(Active case)  છે. કોરોના સંલગ્ન રિયલ ટાઈમ ડેટા કલેક્ટ કરતી વેબસાઈટ worldometers ના જણાવ્યાં મુજબ ભારતમાં 63,170 કોરોના એક્ટિવ કેસ છે. ભારતમાં ઈટાલી કરતા પણ વધુ દર્દીઓ થઈ ગયા છે. ઈટાલી એ દેશોમાં સામેલ છે જ્યાં કોરોનાએ સૌથી વધુ કેર વર્તાવ્યો છે. ત્યાં કોવિડ 19થી અત્યાર સુધીમાં 32,330 લોકોના મોત થયા છે. કુલ સંખ્યા સવા બે લાખ કરતા પણ વધુ છે. જ્યારે ભારતમાં હાલ 1,12,359 કન્ફર્મ કેસ છે. 

આ અઠવાડિયાની શરૂઆતથી જ ભારતમાં રોજ 5000 જેટલા નવા કેસ સામે આવી રહ્યાં છે. એક્ટિવ કેસની રીતે જોઈએ તો અમેરિકા, રશિયા, બ્રાઝિલ અને ફ્રાનમાં જ ભારતથી વધુ એક્ટિવ કેસ છે. અમેરિકા તો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. જ્યાં કોરોનાના 11 લાખથી વધુ એક્ટિવ કેસ છે. રશિયામાં 2.20 લાખ, બ્રાઝિલમાં 1.57 લાખ અને ફ્રાન્સમાં 90 હજારથી વધુ એક્ટિવ કેસ છે. 

ભારતનો રિકવરી રેટ સારો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારતનો રિકવરી રેટ 40 ટકાની નજીક પહોંચી ગયો છે. 25 માર્ચના રોજ લોકડાઉન શરૂ થતા પહેલા રિકવરી રેટ 7 ટકા હતો. હોસ્પિટલોની જરૂરિયાત સાત ટકાથી પણ ઓછા દર્દીઓને છે. ભારતમાં કોરોનાથી થતા મૃત્યુનો દર પણ ઓછો છે. અમેરિકામાં લગભગ 95000થી વધુ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં છે.  યુકેમાં 35704 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈટાલીમાં 32330 લોકોએ, ફ્રાન્સમાં 28000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે જ્યારે સરખામણીમાં ભારતમાં 3435 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

જુઓ LIVE TV

દુનિયાભરમાં કોરોનાના 50 લાખથી વધુ કેસ
કોવિડ 19થી આખી દુનિયા પરેશાન છે. વિશ્વભરમાં કોરોનાના 50 લાખથી વધુ કેસ સામે આવ્યાં છે. વૈશ્વિક સ્તરે આ બીમારીથી 3.20 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધી 20 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા છે. દુનિયામાં એક્ટિવ કેસની સંખ્યા 27 લાખથી પણ વધુ છે. જેમાંથી 45000ની હાલત ગંભીર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news