West bengal election: મમતા બેનર્જીએ બળવાખોર નેતાઓને કહ્યું- જેને પાર્ટી છોડવી હોય તે જલદી છોડીને જતા રહે
પશ્ચિમ બંગાળ (West bengal election) માં રાજકીય ઘમાસાણ (West bengal political fight) વધી રહ્યું છે. વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ-ટીએમવી વચ્ચે તકરાર વધી રહી છે. ઘણા નેતા ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થઈ રહ્યાં છે. હવે મમતા બેનર્જીએ તેના પર નિશાન સાધ્યુ છે.
Trending Photos
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં એપ્રિલ-મે મહિનામાં યોજાનાર વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) નો જંગ રસપ્રદ બની રહ્યો છે. ટીએમસી (TMC) અને ભાજપ (BJP) વચ્ચે શાબ્દિક જંગ દારી છે. એક બાદ એક ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થઈ રહેલા નેતાઓના મામલામાં કહેવામાં આવી રહ્યું છે કે આ મમતા બેનર્જી (Mamata Banerjee) માટે મોટો ઝટકો છે. હવે આ મુદ્દા પર મમતા બેનર્જી ખુલીને બોલ્યા છે. તેમણે કહ્યું કે, જે લોકો તૃણમૂલ કોંગ્રેસ છોડીને જવા ઈચ્છે છે, તેણે જલદીથી જલદી જતુ રહેવું જોઈએ.
સુવેંદુ અધિકારી (Suvendu Adhikari) થી લઈને અત્યાર સુધી ટીએમસીના ઘઆ મોટા નેતા ભાજપ (BJP) મા સામેલ થયા છે. તેના પર ટીએમસી ચીફ મમતા બેનર્જી (Mamata Banerjee) એ વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ટીએમસી છોડવા માટે લાઇનમાં લાગી રહ્યાં છે, તે જલદીમાં જલદી અમને છોડીને જતા રહે.
#WATCH | Elderly women sing, 'Hare Krishna, Hare Ram', I say 'Hare Krishna, Hare Ram, Bidai Jao BJP Vam (Left) and 'Hare Krishna Hare Hare, Trinamool Ghore Ghore'...: West Bengal CM Mamata Banerjee in Pursura, Hoogly pic.twitter.com/BD3cyGG7Vz
— ANI (@ANI) January 25, 2021
.... આ માટે પાર્ટી છોડીને જઈ રહ્યાં છે લોકો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ હુગલીમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પાર્ટી છોડીને જનારા નેતા માટે કહ્યું કે, બંગાળ અને ટીએમસીને તમારી જરૂર નથી. ટીએમસી આમ પણ તેવા લોકોને ટિકિટ નથી આપતી તેથી તે ડરને કારણે પાર્ટી છોડી રહ્યાં છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા પશ્ચિમ બંગાળ (West Bengal) ની રાજધાની કોલકત્તામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસ સાથે જોડાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) ની હાજરીમાં સીએમ મમતા બેનર્જી (Mamata Banerjee) ની સામે ભાજપના કાર્યકર્તાઓના જય શ્રીરામના નારાની ઘટના બાદથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. મમતાએ મંચ પરથી પોતાનું અપમાન ગણાવતા સંબોધન કરવાનો ઇનકાર કરી દીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે