અમિત શાહે વિરોધીઓને લીધા આડે હાથ, કહ્યું- 'છડેચોક કહું છું કે CAA પાછો ખેંચાશે નહીં'
નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક જનસભા કરી. અહીં તેમણે પોતાના ભાષણની શરૂઆત ભારતમાતા કી જયના નારાથી કરતા સમાજવાદી પાર્ટી (SP), કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી (BSP), તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને નાગરિકતા કાયદાને લઈને થઈ રહેલી હિંસા માટે જવાબદાર ઠેરવ્યાં.
Trending Photos
લખનઉ: નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક જનસભા કરી. અહીં તેમણે પોતાના ભાષણની શરૂઆત ભારતમાતા કી જયના નારાથી કરતા સમાજવાદી પાર્ટી (SP), કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી (BSP), તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને નાગરિકતા કાયદાને લઈને થઈ રહેલી હિંસા માટે જવાબદાર ઠેરવ્યાં. શાહે રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું કે ક્યારેક ક્યારે વાંચી પણ લો. વાંચવાથી ફાયદો થાય છે.
અમિત શાહે કહ્યું કે "નાગરિકતા કાયદો (CAA) વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે તેના કારણે આ દેશના મુસલમાનોની નાગરિકતા જતી રહેશે. મમતાદીદી, રાહુલબાબા, અખિલેશયાદવ ચર્ચા કરવા માટે સાર્વજનિક મંચ શોધો, અમારા સ્વતંત્ર દેવ ચર્ચા કરવા માટે તૈયાર છે. સીએએની કોઈ પણ કલમ, મુસલમાનો તો છોડો, અલ્પસંખ્યકને છોડો કોઈ પણ વ્યક્તિની નાગરિકતા લઈ શકે તો તે મને જરા બતાવી દો."
જેએનયુ મુદ્દે બોલ્યા શાહ
અમિત શાહે કહ્યું કે નહેરુજીએ કહ્યું હતું કે કેન્દ્રીય રાહત કોષનો ઉપયોગ શરણાર્થીઓને રાહત આપવા માટે કરવો જોઈએ. તેમને નાગરિકતા આપવા માટે જે કરવું જોઈએ તે કરવું જોઈએ. પરંતુ કોંગ્રેસ કશું કર્યું નહીં. તેમણે કહ્યું કે બે વર્ષ પહેલા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની અંદર દેશ વિરોધી નારા લાગ્યાં. હું જનતાને પૂછવા આવ્યો છું કે જે ભારતમાતાના એક હજાર ટુકડા કરવાની વાત કરે, તેને જેલમાં નાખવા જોઈએ કે નહીં. મોદીજીએ તેમને જેલમાં નાખ્યાં અને આ રાહુલ એન્ડ કંપની કહે છે કે આ બોલવાની સ્વતંત્રતાનો અધિકાર છે.
#WATCH Union Home Minister Amit Shah in Lucknow: Modi ji #CAA lekar aaye, aur CAA ke khilaf, yeh Rahul baba and company, Mamata, Akhilesh ji, behen Mayawati, saari ki saari brigade CAA ke khilaf 'kau kau kau' karne lage. pic.twitter.com/xMys1yiu3J
— ANI UP (@ANINewsUP) January 21, 2020
ગાંધી જયંતીના દિવસે થયા બળાત્કાર
અમિત શાહે કહ્યું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન...જ્યાં ભારતના વિભાજન બાદ કરોડો હિન્દુઓ ત્યાં રહી ગયા, શીખ ત્યાં રહી ગયાં, ખ્રિસ્તિ, જૈન, બૌદ્ધ, પારસી ત્યાં રહી ગયાં. મેં તેમના દર્દ સાંભળ્યાં છે. મહાત્મા ગાંધીની જયંતીના દિવસે એક હજાર માતાઓ-બહેનો સાથે બળાત્કાર થાય છે. તેમને જબરદસ્તીથી નિકાહ પઢાવવામાં આવે છે. હજારોની સંખ્યામાં મંદિર ગુરુદ્વારા તોડવામાં આવે છે. અફઘાનિસ્તાનની અંદર આકાશને આંબતી મૂર્તિઓને તોપના ગોળાથી નેસ્તોનાબુદ કરાઈ.
નાગરિકતા કાયદો પાછો નહીં ખેંચાય
અમિત શાહે કહ્યું કે હું આજે છડે ચોક કહેવા આવ્યો છું કે જેણે વિરોધ કરવો હોય તે કરે, CAA પાછો ખેંચાવવાનો નથી. તેમણે કહ્યું કે હું વોટબેંકના લોભી નેતાઓને કહેવા માંગુ છું કે તમે તેમના કેમ્પમાં જાઓ, કાલ સુધી જે સો- સો હેક્ટર જમીનના માલિક હતાં આજે તેઓ એક નાનકડી ઝૂંપડીમાં પરિવાર સાથે ભીખ માંગીને ગુજારો કરી રહ્યાં છે.
કોંગ્રેસના કારણે દેશના બે ટુકડાં થયાં
કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે કોંગ્રેસના પાપના કારણે ધર્મના આધારે ભારતના બે ટુકડાં થયાં. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાં લઘુમતીઓની સંખ્યા ઓછી થતી રહી. આખરે ક્યાં ગયા તે લોકો. કેટલાક લોકો મારી નાખાયા તો કેટલાકનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન થયું. ત્યારથી શરણાર્થીઓ આવવાનો સિલસિલો ચાલ્યો છે. નરેન્દ્ર મોદીએ વર્ષોથી પ્રતાડિત લોકોને તેમના જીવનનો નવો અધ્યાય શરૂ કરવાની તક આપી છે.
આ VIDEO પણ ખાસ જુઓ...
એસપી-બીએસપી, કોંગ્રેસ અને ટીએમસી પર પ્રહાર
ગૃહમંત્રીએ કહ્યું કે દેશમાં ભ્રમણા ફેલાવવામાં આવી રહી છે, તોફાનો કરાવાય છે, આગચંપી કરાવાય છે, આ ધરણા પ્રદર્શન, આ વિરોધ, આ ભ્રમણા એસપી-બીએસપી, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ ફેલાવી રહ્યાં છે. તેમાં કોઈની નાગરિકતા છીનવવાની કોઈ જોગવાઈ નથી. આ બિલની અંદર નાગરિકતા આપવાની જોગવાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે