ઉન્નાવ રેપ અને અપહરણ કેસ: હવે 20મી ડિસેમ્બરે થશે કુલદીપસિંહ સેંગરની સજાની જાહેરાત 

ઉન્નાવ રેપ કેસ: ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને ઉન્નાવ રેપ કેસ  મામલે આજે સજાની જાહેરાત થવાની હતી જો કે હવે સુનાવણી 20 ડિસેમ્બર પર ટળી છે.

Updated By: Dec 17, 2019, 02:30 PM IST
ઉન્નાવ રેપ અને અપહરણ કેસ: હવે 20મી ડિસેમ્બરે થશે કુલદીપસિંહ સેંગરની સજાની જાહેરાત 
ફાઈલ ફોટો

નવી દિલ્હી: ઉન્નાવ રેપ અને અપહરણ મામલે (Unnao Rape Case) ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર (Kuldeep Singh Sengar) ની સજાની આજે જાહેરાત થવાની હતી જો કે હાલ પુરતી ટળી છે અને આ અંગે સુનાવણી હવે 20મી ડિસેમ્બરે થશે. દિલ્હી (Delhi) ની તીસ હજારી કોર્ટ 20મી સુનાવણી હાથ ધરશે અને ત્યારબાદ સજાની જાહેરાત કરશે. કોર્ટે આ મામલે સેંગર દ્વારા વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન દાખલ કરેલા સોગંદનામાને પણ રજુ કરવાનો આદેશ આપ્યો છે. ઉન્નાવ રેપ કેસમાં ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને દિલ્હીની તીસ હજારી કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. 

હકીકતમાં સોમવારે કુલદીપ સિંહ સેંગરને રેપ અને પોસ્કો એક્ટ હેઠળ દેષિત ઠેરવતા તીસ હજારી કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે વર્તમાન કેસમાં તે તમામ મજબુરીઓ અને લાચારીઓ છે જે આંતરિયાળ વિસ્તારોમાં રહેતી ગ્રામીણ મહિલાઓ સામે છાશવારે જોવા મળતી હોય છે. જેની સામે ઝઝૂમીને  છોકરીઓ અને મહિલાઓ પતોાનું જીવન ડર અને શરમથી નરક જેવી સ્થિતિમાં પસાર કરે છે. કોર્ટે કહ્યું કે અમારા મતે આ તપાસમાં પુરુષવાદી સોચ હાવી રહી છે અને આ જ કારણે છોકરીઓ વિરુદ્ધ શારીરિક હિંસા અને શોષણની તપાસ દરમિયાન સંવેદનશીલતા અને માનવીય દ્રષ્ટિકોણનો અભાવ જોવા મળ્યો છે. 

હવે સુનાવણી 20 ડિસેમ્બરે થશે
ભાજપ (BJP) ના સસ્પેન્ડેડ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને ઉન્નાવ રેપ કેસ  મામલે આજે સજાની જાહેરાત થવાની હતી જો કે હવે સુનાવણી 20 ડિસેમ્બર પર ટળી છે. સોમવારે સેંગર અપહરણ અને રેપના મામલે દોષિત ઠર્યો હતો. સજા પર થયેલી દલીલો દરમિયાન સીબીઆઈએ કોર્ટ પાસે વધુમાં વધુ સજાની માગણી કરી હતી. જ્યારે બચાવ પક્ષે સંગરના સામાજિક જીવનનો હવાલો આપતા ઓછી સજાની માગણી રજુ કરી. 

કલમ 376 અને પોક્સો હેઠળ દોષિત
ઉન્નાવ રેપ અને અપહરણ મામલે (Unnao Rape Case)માં દિલ્હીની તીસહજારી કોર્ટે કુલદીપ સિંહ સેંગરને કલમ 376 અને પોક્સોની  કલમ 6 હેઠળ 16 ડિસેમ્બરે દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે સજા પર દલીલ માટે મંગળવારનો દિવસ નક્કી કર્યો હતો. ત્યારેબાદ આજે તેના પર સુનાવણી થઈ. આ એક્ટ હેઠળ 7 વર્ષથી લઈને આજીવન કેદની સજાની જોગવાઈ છે. સજા પર થયેલી દલીલોમાં સીબીઆઈએ માગણી કરી છે કે આ પ્રકારના મામલાઓમાં વધુમાં વધુ સજા થવી જોઈએ કારણ કે તે પીડિતાની સાથે ફક્ત શારીરિક હુમલો નહીં પરંતુ માનસિક રીતે પણ તેને આઘાત આપનારો હુમલો હોય છે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

ચાર્જશીટને લઈને કોર્ટની સીબીઆઈને ફટકાર
કોર્ટે ચાર્જશીટમાં થયેલા વિલંબને લઈને પણ સીબીઆઈને ફટકાર લગાવી હતી. કોર્ટે એમ પણ કહ્યું કે એ સાબિત થઈ ગયું છે કે પીડિત છોકરી સગીરા હતી. કોર્ટે કુલદીપ સિંહ સેંગરને કલમ 376 અને પોક્સો એક્ટ હેઠળ દોષિત જાહેર કર્યો છે. જો કે કુલદીપસિંહ સેંગરના સાથે શશિ સિંહને આ મામલે કોર્ટે છોડી મૂક્યો છે. જજે સીબીઆઈની ચાર્જશીટમાં થયેલા વિલંબને લઈને ફટકાર લગાવતા કહ્યું હતું કે અમે એ સમજી શકતા નથી કે સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરવામાં 1 વર્ષની વાર કેમ લગાડી. 

નોંધનીય છે કે તીસ હજારી કોર્ટે 2017માં ઉન્નાવમાં એક સગીરા પર દુષ્કર્મ મામલે તત્કાલિન  ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ ઓગસ્ટ મહિનામાં જ આરોપ ઘડી નાખ્યા હતાં. જિલ્લા ન્યાયાધીશે સેંગરના સાથી શશિ સિંહ વિરુદ્ધ પણ છોકરીના અપહરણ મામલે આરોપ નક્કી કર્યા હતાં. દુષ્કર્મ પીડિતા સાથે થયેલા અકસ્માત બાદ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને 7 દિવસમાં તપાસનો પણ આદેશ આપ્યો હતો. આ સાથે જ સુનાવણી દિલ્હીની તીસ હજારી કોર્ટને સોંપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....