અત્યંત ચમત્કારિક છે આ વૃક્ષોના મૂળિયા, રત્નો કરતા પણ વધુ ફળ આપે છે

જો કોઈ જાતકની કુંડળીમાં કોઈ ગ્રહ શુભ સ્થિતિમાં ન હોય તો તેને શુભ ફળ પ્રાપ્ત થતુ નથી. આવામાં ગ્રહ સંબંધી શુભતા મેળવવા માટે હંમેશા લોકોને મોંઘાદાટ રત્નો ધારણ કરવાની સલાહ અપાય છે. આ રત્નો પણ ગ્રહ સંબંધી દોષને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે જ છે. પરંતુ કોઈ વ્યક્તિની પાસે આ મોંઘાદાટ રત્નો ખરીદવા માટે રૂપિયા ન હોય તો તેણે શું કરવું જોઈએ. 

Updated By: Jul 5, 2020, 08:58 AM IST
અત્યંત ચમત્કારિક છે આ વૃક્ષોના મૂળિયા, રત્નો કરતા પણ વધુ ફળ આપે છે

ઝી મીડિયા/બ્યૂરો :જો કોઈ જાતકની કુંડળીમાં કોઈ ગ્રહ શુભ સ્થિતિમાં ન હોય તો તેને શુભ ફળ પ્રાપ્ત થતુ નથી. આવામાં ગ્રહ સંબંધી શુભતા મેળવવા માટે હંમેશા લોકોને મોંઘાદાટ રત્નો ધારણ કરવાની સલાહ અપાય છે. આ રત્નો પણ ગ્રહ સંબંધી દોષને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે જ છે. પરંતુ કોઈ વ્યક્તિની પાસે આ મોંઘાદાટ રત્નો ખરીદવા માટે રૂપિયા ન હોય તો તેણે શું કરવું જોઈએ. 

શરમ કરો ગુજરાતીઓ, તમે કોરોનાના દર્દીને અંતિમ સંસ્કાર માટે 8 ફૂટ જમીન પણ ન આપી શક્યા

જ્યોતિષ અનુસાર, નવ ગ્રહ સાથે જોડાયેલ નવ રત્નોના શુભ પ્રભાવ મેળવવાથી આપણા વૃક્ષોના મૂળીયા વધુ પ્રભાવશાળી સાબિત થાય છે. જેની અસર કોઈ પણ પ્રકારના રત્નની સરખામણીમાં ઓછી નથી હોતી.આ જડીબુટ્ટીઓને તમે વિધિ-વિધાનથી ધારણ કરીને તમારા ગ્રહ સંબંધી દોષને દૂર કરી શકો છો. કોઈ પણ ગ્રહ વિશેષ કારણ જીવનમાં આવી રહેલ તકલીફો, બીમારીઓ વગેરેને દૂર કરી શકે છે. વૃક્ષોના આ દિવ્ય મૂળ ધારણ કરતા જ જીવનમાં મોટા બદલાવ જોવા મળી શકે છે. ત્યારે જાણી લો, તેનો પ્રભાવ કેવો છે.

‘હવામાં ઉડતુ પ્રોટીન’ કહીને અનેક દેશો તીડની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે

સૂર્યની કૃપા માટે
રવિવારના દિવસે બિલ્વના મૂળને લાલ કપડામાં ધારણ કરો. તે સૂર્યના રત્ન માણેકની જેમ શુભ પ્રદાન આપશે.

ચંદ્રની કૃપા માટે 
સોમવારે ખિરનીના મૂળને સફેદ કપડામાં ધારણ કરો. તે ચંદ્રના મોતીની જેમ શુભ ફળ આપશે.

મંગળ માટે
મંગળવારના દિવસે અનંતમૂળ કે ખેરના મૂળને લાલ કપડામાં ધારણ કરો. તે મંગળના રત્ન મૂંગેની જેમ ફળ આપશે. 

બુધ માટે
બુધવારના દિવસે વિધારાના મૂળને લીલા કપડામાં ધારણ કરો. તે બુધના રત્ન પન્નાની જેમ ફળ આપશે.

અમદાવાદ : રાતના અંધારામાં રમરમાટ દોડી રહેલી STએ પાલડી ચાર રસ્તા પાસે કારને ટક્કર મારી

બૃહસ્પતિ માટે
ગુરુવારના દિવસે પીળા કપડામાં કેળાના મૂળને ધારણ કરો. તે બૃહસ્પતિના રત્ન પોખરાજની જેમ ફળ આપશે. 

શુક્રની કૃપા માટે
શુક્રવારના દિવસે કપડામાં ગૂલરના મૂળને ધારણ કરો. તે શુક્રનો ગ્રહ હીરાની જેમ શુભ ફળ આપશે. 

શનિ માટે
શનિવારના દિવસે શમીના મૂળને વાદળી કપડામાં ધારણ કરો. તે શનિના રત્ન નીલમની જેમ ફળ આપશે.

રાહુ માટે
બુધવારના દિવસે વાદળી કપડામાં ચંદનના સફેદ ટુકડાને ધારણ કરો. તે રાહુના રત્ન ગોમેદની સમાન ફળ આપશે. 

કેતુ માટે
ગુરુવારના દિવસે વાદળી કપડામાં અશ્વગંધાના મૂળને ધારણ કરો. તે કેતુના રત્ન લહસુનિયાની જેમ ફળ આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર