આમ આદમી માટે રાહતના સમાચારઃ જથ્થાબંધ ફુગાવો સપ્ટેમ્બરમાં 0.33 ટકા ઘટ્યો

જથ્થાબંધ મોંઘવારી બાબતે સરકાર સહિત આમ આદમીને રાહત મળી છે. જોકે, આ મહિને ડૂંગળીના ભાવોમાં તેજીના કારણે સપ્ટેમ્બરમાં ડૂંગળીનો જથ્થાબંધ ભાવ 33.01 ટકાથી વધીને 122.40 ટકા થઈ ગયો છે. દાળોના ભાવમાં પણ સામાન્ય વધારાની સાથે દાળનો જથ્થાબંધ ભાવ 16.36 ટકાથી વધીને 17.94 ટકા રહ્યો છે. ઉત્પાદન સૂચકાંક 0 ટકાથી ઘટીને -0.42 ટકા અને ફ્યૂઅલએન્ડ પાવરની જથ્થાબંધ મોંગવારી -4થી ઘટીને -7.05 થઈ ગઈ છે. 
 
આમ આદમી માટે રાહતના સમાચારઃ જથ્થાબંધ ફુગાવો સપ્ટેમ્બરમાં 0.33 ટકા ઘટ્યો

નવી દિલ્હીઃ સપ્ટેમ્બર મહિનો આમ આદમી માટે રાહત લઈને આવ્યો છે. આ મહિને ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. જથ્થાબંધ મોંઘવારી જે ઓગસ્ટ મહિનામાં 1.08 ટકા હતી, તે સપ્ટેમ્બરમાં ઘટીને 0.33 ટકા રહી છે. જથ્થાબંધ મોંઘવારીના દરમાં ગયા મહિને મોટો ઘટાડો નોંધાયો હતો. ઓગસ્ટ મહિનામાં WPIમાં કોઈ ઘટાડો થયો ન હતો. ગયા વર્ષે સપ્ટેમ્બર, 2018માં જથ્થાબંધ મોંઘવારીનો દર 5.22 ટકા હતો. 

જથ્થાબંધ મોંઘવારી બાબતે સરકાર સહિત આમ આદમીને રાહત મળી છે. જોકે, આ મહિને ડૂંગળીના ભાવોમાં તેજીના કારણે સપ્ટેમ્બરમાં ડૂંગળીનો જથ્થાબંધ ભાવ 33.01 ટકાથી વધીને 122.40 ટકા થઈ ગયો છે. દાળોના ભાવમાં પણ સામાન્ય વધારાની સાથે દાળનો જથ્થાબંધ ભાવ 16.36 ટકાથી વધીને 17.94 ટકા રહ્યો છે. ઉત્પાદન સૂચકાંક 0 ટકાથી ઘટીને -0.42 ટકા અને ફ્યૂઅલએન્ડ પાવરની જથ્થાબંધ મોંગવારી -4થી ઘટીને -7.05 થઈ ગઈ છે. 

કયા ક્ષેત્રમાં કેટલો છે મોંઘવારીનો દર?

  • પ્રાયમરી આર્ટિકલ મોંઘવારી દરઃ 6.43% થી ઘટી 5.54%.
  • મેન્યુફેક્ચરીંગ મોંઘવારી દરઃ 0%થી ઘટી -0.42%.
  • ખાદ્ય મોંઘવારી દરઃ 5.75%થી વધી 5.98%.
  • શાકભાજીનો મોંઘવારી દરઃ 13.08%થી વધી 19.43%.
  • દાળોનો મોંઘવારી દરઃ 16.36%થી વધી 17.94%.
  • બિન-ખાદ્ય પદાર્થ મોંઘવારી દરઃ 4.76%થી ઘટી 2.18%.

  • કેમિકલ મોંઘવારી દરઃ 0.42%થી ઘટી -1.42%.
  • કોર સેક્ટરનો મોંઘવારી દરઃ -0.3%થી ઘટી -1.1%.
  • ફ્યુઅલ, પાવર મોંઘવારી દરઃ -4.0%થી ઘટી -7.05%. 
  • દૂધ મોંઘવારી દરઃ 1.18%થી વધી 1.32%.
  • ડૂંગળી મોંઘવારી દરઃ 1.37%થી વધી 122.40%.
  • ખાંડનો મોંઘવારી દરઃ 1.37%થી વધી 4.65%. 
  • જુલાઈ સંશોધિત મોંઘવારી દરઃ 1.08%થી વધી 1.17%. 

ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનામાં જથ્થાબંધ મૂલ્ય આધારિત મોંગવારી લગભગ 25 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગઈ હતી અને 1.08 ટકા થઈ ગઈ હતી. જુલાઈ મહિનાની સરખામણીએ આ મહિનાના જથ્થાબંધ મોંઘવારીના દરમાં કોઈ ફેરફાર થયો નથી. 38 મહિના પછી મોંઘવારીનું આ સ્તર જોવા મળ્યું છે. 

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news