સાવરકરના સન્માન સામે કોંગ્રેસને શા માટે વાંધો છે? ક્યાં સુધી 'રાજકીય રૂદાલી'?

વીર સાવરકરની વીર ગાથા અને સમાજ સુધારણા અંગે એટલી બધી બાબતો છે કે તેના પર અનેક પુસ્તકો લખી શકાય એમ છે. જોકે, કોંગ્રેસ અને તેના દરબારી ઈતિહાસકારોએ હંમેશાં સાવરકર જેવા મહાનાયકોનું સત્ય છુપાવ્યું છે. દેશની આઝાદીમાં તેમના યોગદાનને ઓછું દેખાડવાનો પ્રયાસ કર્યો છે. 

સાવરકરના સન્માન સામે કોંગ્રેસને શા માટે વાંધો છે? ક્યાં સુધી 'રાજકીય રૂદાલી'?

નવી દિલ્હીઃ વીર સાવરકરને ભારત રત્ન આપવાની ભાજપ દ્વારા મહારાષ્ટ્રના ઘોષણાપત્રમાં માગણી કરાયા પછી આ મુદ્દો રાજકીય ચર્ચામાં આવી ગયો છે. કોંગ્રેસે તેના પર રાજકારણ શરૂ કર્યું છે. તમે વિચારતા હશો કે ભારત પર શાસન કરનારા અંગ્રેજો અને કોંગ્રેસની વિચારધારામાં આટલી સમાનતા કેમ છે? શું કોંગ્રેસના નેતા વીર સાવરકરનું અપમાન એટલા માટે કરી રહ્યા છે, કેમ કે તેઓ કોંગ્રેસના મુખ્ય વિરોધી પક્ષ ભાજપના આદર્શ પુરુષ છે? 

વીર સાવરકરની વીર ગાથા અને સમાજ સુધારણા અંગે એટલી બધી બાબતો છે કે તેના પર અનેક પુસ્તકો લખી શકાય એમ છે. જોકે, કોંગ્રેસ અને તેના દરબારી ઈતિહાસકારોએ હંમેશાં સાવરકર જેવા મહાનાયકોનું સત્ય છુપાવ્યું છે. દેશની આઝાદીમાં તેમના યોગદાનને ઓછું દેખાડવાનો પ્રયાસ કર્યો છે. 

જાણો સાવરકરનું ભારતના રાષ્ટ્રવાદી ઈતિહાસમાં યોગદાન
વર્ષ 1906થી 1910 વચ્ચે જ સાવરકરે 'The Indian War of Independence, 1857' નામનું એક પુસ્તક લખ્યું હતું. તેમણે 1857ના વિદ્રોહને અંગ્રેજો સામે પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ જણાવ્યો હતો. અંગ્રેજોએ આ પુસ્તક પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 

માર્ચ 1910માં વીર સાવરકરની બ્રિટિશ સરકાર વિરુદ્ધ હિંસા અને યુદ્ધ ભડકાવાના આરોપમાં ધરપકડ કરી હતી. વીર સાવરકર પર કેસ ચલાવાયો અને 1911માં આંદમાન ટાપુમાં 10 વર્ષ સુધીની કાળા પાણીની સજા આપવામાં આવી. અહીં તેમને અંગ્રોજોના અત્યાચાર સહન કરવા પડ્યા. આવું એટલા માટે, કેમ કે તેઓ ભારતનો મૂળ ઈતિહાસ દેશના લોકોને બતાવવા માગતા હતા. 

જોકે, આઝાદીથી પહેલા અંગ્રેજ સરકાર અને આઝાદી મળ્યા પછી કોંગ્રેસ સરકારે કેટલાક મહાપુરુષોનું યોગદાન ઓછું કરીને બતાવ્યું હતું. સાવરકરે દેશ માટે ખુબ જ બલિદાન આપ્યું છે અને તેમનું યોગદાન ભુલી શકાય એમ નથી. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news