રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ, તસવીરોમાં જુઓ ક્યાં છે કેવી સ્થિતિ

રાજ્યમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મોટાભાગના જિલ્લાઓમાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. મોટા ભાગના વિસ્તારોમાં વાવાઝોડા અને વંટોળ સાથે વરસાદી કરા પણ પડ્યા હતા. વીજળીઓના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા લોકોનું જનજીવન ખોરવાયું હતું. મહત્વનું છે, રાજ્યમાં આવેલા કમોસમી વરસાદને કારણ બે લોકોના મોત થયા છે. 

સેટેલાઇટની તસવીરમાં પણ ગુજરાતમાં વરસાદી જોખમ

1/7
image

 

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મોટી અસર આજે જોવા મળી છે. બે દિવસના વાદળછાયા વાતાવરણ અને ક્યાંક છૂટાછવાયા વરસાદ બાદ આજે સૌરાષ્ટ્રના અનેક પંથકમાં બરફના કરા વરસ્યા હતા. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. અને હજી પણ પવન સાથે વરસાદ પડી શકે છે.

અરવલ્લીની ગીરીમાળામાં પણ પડ્યો કમોસમી વરસાદ

2/7
image

અરવલ્લી જિલ્લાના મોડાસા પાસે આવેલા વોલ્વા પાસે વાવાઝોડાથી ઝાડ પડ્યું હતું. મોડાસા-મેઘરજ રોડ પર વાહન વ્યવહારને અસર થતા અન્ય રોડ બાજુ સાઈડ ડાયવર્ઝન અપાયું હતું. મહત્વનું છે, કે ભિલોડામાં ઈવીએમ સીલિંગનો મંડપ પણ પવન ફૂકાતા ઉડ્યો હતો. 

અમદાવાદમાં વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક

3/7
image

અમદાવાદમાં વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણ સાથે બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. પવનની ડમરીઓ વચ્ચે વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી હતી. 

મોરબીમાં વિજળીના કડાકા ભડાકા સાથે પડ્યા વરસાદી કરા

4/7
image

મોરબીમાં પણ સવારે આવેલા વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ પડ્યો હતો. આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળ્યા હતા. ત્યારે મોરબીના મોટાભાગના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. 

મહેસાણામાં વરસાદને કારણે વીજળી પડતા એકનું મોત

5/7
image

મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણ બાદ બપોરે વિજાપુર તાલુકાના માલોસણ ગામમાં વરસાદી માહોલમાં વીજળી પડી હતી. માલોસણ ગામમાં વીજળી પડતા એકનું મોત થયું હતું. ઠાકોર કોદરજી પ્રધાનજી પર પડી વીજળી પડતા ઘટના સ્થળે જ તેમનું મોત થતા પરિવારમાં શોકનું મોઝુ ફરી વળ્યું હતું.

નવસારીમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

6/7
image

નવસારીના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી નવસારી જિલ્લાભરમાં વાદળ છાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. વાંસદા તાલુકામાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. જ્યારે વાતાવરણમાં અચાનક આવેલ બદલાવથી ખેડૂતો ચિંતામાં વધારો જોવા મળ્યો હતો. 

વિરમગામમાં વરસાદ સાથે ઉડી ધૂળની ડમરીઓ

7/7
image

રાજ્યમાં કમોસમી વરસાદી માહોલ સર્જાતા રાજ્યમાં ઠેર-ઠેર વરાસદ પડી રહ્યો છે. વહેલી સવારથી રાજયના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે વિરમગામમાં વરસાદ પડવાની સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી. વાવાઝોડા સાથે વિરમગામમાં વંટોળ સાથે ધૂળ ઉડી હતી. અને રસ્તાપર ધૂળ આવી જતા વાહન ચાલકોને ભારે હાલકીનો સામનો કરવો પડ્યો હતો.