IND vs SA: સિરીઝ પર કબજો કરવા ઉતરશે ભારતીય ટીમ

જીતના રથ પર સવાર ભારતીય ટીમ ગુરૂવારથી પુણેમાં શરૂ થઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટમાં ઉતરશે, તો તેનો ઇરાદો આ લયને જાળવી રાખતા સિરીઝ જીતવાનો હશે. 
 

IND vs SA: સિરીઝ પર કબજો કરવા ઉતરશે ભારતીય ટીમ

પુણેઃ જીતના રથ પર સવાર ભારતીય ટીમ ગુરૂવારથી પુણેમાં શરૂ થઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ઉતરશે, તો તેનો ઇરાદો આ લયને જાળવી રાખતા સિરીઝ જીતવાનો હશે. બીજીતરફ દક્ષિણ આફ્રિકા શરમજનક હારને ભૂલાવીને પોતાનું અસ્તિત્વ બચાવવા ઉતરશે. ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ છે. બીજી ટેસ્ટ મેચ સવારે 9.30 કલાકે શરૂ થશે. 

કોઈ ખામી રાખવા ઈચ્છશે નહીં કોહલી
વિશાખાપટ્ટનમમાં પ્રથમ ટેસ્ટમાં વિરાટ કોહલીની ટીમે 203 રને વિજય મેળવ્યો હતો. હવે પુણેમાં સિરીઝ પોતાના નામે કરવા માટે તે કોઈ ખામી રાખશે નહીં. લગભગ 'પરફેક્ટ' પ્રદર્શનમાં સુધારની જરૂરીયાત રહેતી નથી, પરંતુ કોહલી દર વખતે નવા પડકારને શોધી લે છે. ભલે સામનો તેવી ટીમ સાથે છે જે સતત પાંચ દિવસ સુધી પડકાર આપવાની સ્થિતિમાં નથી. 

સિરીઝ જીતવાથી બનશે આ રેકોર્ડ
બીજીતરફ, ભારતીય ટીમ ઘરઆંગણે રેકોર્ડ સતત 11મી ટેસ્ટ સિરીઝ જીતવાની નજીક છે. ટીમ ઈન્ડિયા પોતાની ધરતી પર ફેબ્રુઆરી 2013થી સતત ટેસ્ટ સિરીઝ જીતી રહી છે. હાલ ભારત અને ઓસ્ટ્રેલિયા સતત 10-10 ટેસ્ટ ઘરેલૂ સિરીઝ જીતીને બરોબરી પર છે. ઓસ્ટ્રેલિયાએ બે વખત (નવેમ્બર 1994થી નવેમ્બર 2000 અને જુલાઈ 2004થી નવેમ્બર 2008) પોતાની ધરતી પર સતત 10-10 ટેસ્ટ સિરીઝ જીતી છે. 

— BCCI (@BCCI) October 9, 2019

ટોપ ઓર્ડરની સમસ્યાનો ઉકેલ
રોહિત શર્માએ સતત બે સદી ફટકારીને ટેસ્ટ ક્રિકેટમાં એક શાનદાર ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉભરવાના સંકેત આપ્યા છે. મયંક અગ્રવાલ પણ દરેક તકનો લાભ ઉઠાવવામાં માહેર છે. વિશાખાપટ્ટનમમાં તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પ્રથમ બેવડી સદી ફટકારી, જેથી ઘરઆંગણે ભારતના ટોપ ઓર્ડરની સમસ્યાનો ઉકેલ આવતો દેખાઈ રહ્યો છે. 

નજર પિચ પર, સ્પિનરોને મળશે મદદ?
ભારતે આ બાદ બાંગ્લાદેશ સામે પણ બે ટેસ્ટ રમવાની છે. રોહિત અને મયંક સિવાય ભારતની પાસે કોહલી, ચેતેશ્વર પૂજારા, રહાણે અને હનુમા વિહારી જેવા બેટ્સમેન પણ છે. આ મેદાન પર છેલ્લે 2017મા સ્પિનરોને મદદ કરતી પિચ પર ઓસ્ટ્રેલિયાના  સ્પિનર ઓકીફ અને નાથન લિયોને ભારતીય બેટ્સમેનોની સ્થિતિ ખરાબ કરી હતી. 

ધૂમ મચાવી શકે છે અશ્વિન-જાડેજાની જોડી
ક્યૂરેટર પાંડુરંગ સાલગાંવકર જો તેના જેવી પિચ બનાવે છે તો ભારતની પાસે આર. અશ્વિન અને રવીન્દ્ર જાડેજાના રૂપમાં વિશ્વ સ્તરીય સ્પિનર છે. પ્રથમ ટેસ્ટમાં આફ્રિકા માટે ડીન એલ્ગર અને ડિ કોકે ભલે સદી ફટકારી, પરંતુ 2017મા જે રીતે સ્ટીવ સ્મિથે બેટિંગ કરી, તેનું પુનરાવર્તન કરવું સંભવ નથી. 

— BCCI (@BCCI) October 9, 2019

શમી-ઇશાંતે બુમરાહની ખોટ પડવા દીધી નથી
પાછલી મેચમાં આઠ વિકેટ ઝડપનાર અશ્વિન અને ઓલરાઉન્ડર પ્રદર્શનમાં માહેર જાડેજાનો સામનો કરવો આફ્રિકા માટે મુશ્કેલ થઈ રહ્યો છે. આ સિવાય ધીમી વિેકેટ પર નવા અને જૂના બોલથી શમીનું શાનદાર પ્રદર્શન ભારતના પક્ષમાં રહ્યું છે. ઈશાંતે પણ તેનો સાથ આપ્યો છે. બંન્નેનો તાલમેલ એવો છે કે બુમરાહની ખોટ પડી નથી.

ભારતની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફારની આશા ઓછી 
ફિટનેસની સમસ્યા ન હોવા પર ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં ફેરફારની આશા ઓછી છે. આફ્રિકા જરૂર સેનુરાન મુથુસ્વામી અને ડેન પીટમાંથી કોઈ એકને બહાર કરી શકે છે. બંન્નેની રોહિતે ધોલાઈ કરી અને 13 છગ્ગા ફટકાર્યા હતા. મુથુસ્વામી બહાર થવા પર જુબૈર હમજાને સ્થાન મળી શકે છે. તો પીટ બહાર થાય તો લુંગી એનગિડીને તક મળી શકે છે. 

વરસાદની આશંકા
મેચમાં હવામાનની ભૂમિકા પણ રહી શકે છે. મંગળવારે પૂણેમાં વરસાદ થયો અને બુધવારે પણ વરસાદે પોતાની હાજરી પૂરાવી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદની આશંકા વ્યક્ત કરી છે. 

પુણેની પિચ પર આવા છે આંકડા
પ્રથમ શ્રેણી ક્રિકેટમાં આ પિચે 2013મા પર્દાપણ કર્યું હતું. તેને ડોમેસ્ટિક ક્રિકેટમાં ફ્લેટ પિચ માનવામાં આવે છે. ઈએસપીએનક્રિકઇન્ફોના એક રિપોર્ટ પ્રમાણે, આ મેદાન પર છેલ્લી 26 પ્રથમ શ્રેણીની મેચોમાં 10 ખેલાડીઓએ 150થી વધુનો વ્યક્તિગત સ્કોર કર્યો છે. આ સિવાય ત્રણ બેવડી અને બે ત્રિવડી સદી આ મેદાન પર લાગી છે. 26માથી 13 મેચ ડ્રો પર સમાપ્ત થઈ છે. 

બંન્ને ટીમો
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), મંયક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, અંજ્કિય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા અને શુભમન ગિલ. 

દક્ષિણ આફ્રિકાઃ ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ટેમ્બા બાવૂમા, થ્યુનિસ ડિ બ્રૂઇન, ડિ કોક, ડીન એલ્ગર, જુબૈર હમઝા, કેશવ મહારાજ, એડન માર્કરમ, સેનુરન મુથુસ્વામી, લુંગી એનગિડી, એરિક નોર્ટજે, વર્નન ફિલાન્ડર, ડેન પીટ, કગિસો રબાડા અને રૂડી સેકેન્ડ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news