ક્રિકેટર હાર્દિક અને ક્રુણાલ પંડ્યાએ ખરીદી નવી લૈમ્બોર્ગિની કાર, તમે પણ જુઓ- PHOTOS

પંડ્યા ભાઈઓ મુંબઈમાં કરોડોની કિંમત ધરાવતી લૈમ્બોર્ગિની કારની સાથે જોવા મળ્યા હતા. 


 

ક્રિકેટર હાર્દિક અને ક્રુણાલ પંડ્યાએ ખરીદી નવી લૈમ્બોર્ગિની કાર, તમે પણ જુઓ- PHOTOS

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 સિરીઝમાં મેન ઓફ ધ સિરીઝ રહેલા ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી ક્રુણાલ પંડ્યા શનિવારે પોતાના ભાઈ હાર્દિકની સાથે ઓરેન્જ કલરની લૈમ્બોર્ગિની કારમાં જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પંડ્યા બ્રધર્સે હાલમાં કરોડોની કિંમતની આ કાર ખરીદી છે. 

પંડ્યા બ્રધર્સને મુંબઈના વર્સોવામાં એક જીમની બહાર નવી લૈમ્બોર્ગિની કારની સાથે જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંન્ને ભાઈ લૈમ્બોર્ગિની કાર ચલાવતા જોવા મળ્યા હતા. તમે પણ જુઓ વીડિઓ... 

ક્રુણાલે હાલમાં કહ્યું હતું કે, તે હવે વનડે ટીમમાં જગ્યા બનાવવા ઈચ્છે છે. મહત્વનું છે કે ક્રુણાલ હાલમાં ભારતીય ટીમ તરફથી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 સિરીઝ રમીને સ્વદેશ પરત ફર્યો છે. 

A post shared by yogen shah (@yogenshah_s) on

તેણે કહ્યું હતું, 'વિન્ડીઝ સિરીઝમાં તેને ઘણો આત્મવિશ્વાસ મળ્યો છે. સિઝનની આ પ્રથમ સિરીઝ હતી અને કેટલાક સારા ખેલાડીઓ વિરુદ્ધ રમવાથી તેને મદદ મળે છે. આ માત્ર શરૂઆત છે અને હું તેને આગામી સિરીઝમાં પણ જાળવી રાખવા ઈચ્છું છું.'

બીજીતરફ વિશ્વ કપ બાદથી હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. તેને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં સામેલ કરવામાં આવ્યો નથી. 

સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આફ્રિકા વિરુદ્ધ હાર્દિકની ટીમમાં વાપસી થઈ શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news