IND vs SA 2nd Test : ભારતે બનાવ્યો સતત 11 ઘરેલુ શ્રેણી જીતવાનો વર્લ્ડ રેકોર્ડ

ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને 11 ઘરેલુ ટેસ્ટ શ્રેણી જીતવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયાનો સતત 10 ટેસ્ટ શ્રેણી જીતવાનો રેકોર્ડ તોડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ રિકી પોન્ટિંગની કેપ્ટનશિપમાં બે વખત આ ઉપલબ્ધિ મેળવી હતી. સૌથી વધુ શ્રેણી જીતવાની બાબતે ભારત અને ઓસ્ટ્રેલિયા પછી વેસ્ટ ઈન્ડિઝ છે. તેણે 1975/76થી 1985/86 વચ્ચે સળંગ 8 શ્રેણી જીતી હતી. 

IND vs SA 2nd Test : ભારતે બનાવ્યો સતત 11 ઘરેલુ શ્રેણી જીતવાનો વર્લ્ડ રેકોર્ડ

નવી દિલ્હીઃ યજમાન ભારતે દક્ષિણ આફ્રિકા સામેની સતત બીજી ટેસ્ટ પણ જીતી લીધી છે. પુણેમાં રમાયેલી આ મેચમાં દક્ષિણ આફ્રિકાને એક ઈનિંગ્સ અને 137 રનથી ભારતે પરાજય આપ્યો છે. ભારતનો દક્ષિણ આફ્રિકા પર આ સૌથી મોટો વિજય પણ છે. આ અગાઉ ભારતે આફ્રિકાને 57 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 2010માં કોલકાતામાં દક્ષિણ આફ્રીકાને આ અંતરથી હરાવ્યું છે. 

ભારતીય ટીમે ત્રણ મેચની શ્રેણીમાં પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને 203 રનથી હરાવ્યું હતું. પુણેના આ વિજય સાથે જ ભારતે વર્તમાન શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. એટલે કે, ભારતે ત્રણ ટેસ્ટની આ શ્રેણી જીતી લીધી છે. 

ભારતે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને 11 ઘરેલુ ટેસ્ટ શ્રેણી જીતવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયાનો સતત 10 ટેસ્ટ શ્રેણી જીતવાનો રેકોર્ડ તોડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ રિકી પોન્ટિંગની કેપ્ટનશિપમાં બે વખત આ ઉપલબ્ધિ મેળવી હતી. સૌથી વધુ શ્રેણી જીતવાની બાબતે ભારત અને ઓસ્ટ્રેલિયા પછી વેસ્ટ ઈન્ડિઝ છે. તેણે 1975/76થી 1985/86 વચ્ચે સળંગ 8 શ્રેણી જીતી હતી. 

ભારતના આ શાનદાર સફરની શરૂઆત ફેબ્રુઆરી, 2013માં થઈ હતી, જ્યારે તેણે ઓસ્ટ્રેલિયાને 4-0થી હરાવ્યું હતું. ત્યાર પછી તેણે 2013માં જ વેસ્ટ ઈન્ડિઝને બે મેચની શ્રેણીમાં 2-0થી હરાવ્યું હતું. પછી 2015માં દક્ષિણ આફ્રિકાને ચાર મેચની શ્રેણીમાં 3-0થી પરાજય આપ્યો હતો. તેના પછી 2016માં ન્યૂઝિલેન્ડને તેના જ ઘરમાં ત્રણ મેચની શ્રેણીમાં 3-0થી પરાજય આપ્યો હતો. 

વર્ષ 2016માં જ ભારતે ઈંગ્લેન્ડને 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 4-0થી હરાવ્યું હતું. તેના પછી 2017માં ભારતે બાંગ્લાદેશને એક મેચની શ્રેણીમાં 1-0થી હરાવ્યું હતું. એ જ વર્ષે ભારતે ઓસ્ટ્રેલિયાને ચાર મેચની શ્રેણીમાં 2-1થી અને શ્રીલંકાને 3 મેચની શ્રેણીમાં 1-0થી હરાવ્યું હતું. વર્ષ 2018માં ભારતે અફઘાનિસ્તાનને એક મેચની શ્રેણીમાં 1-0થી હરાવ્યું હતું અે પછી વેસ્ટ ઈન્ડિઝમાં બે મેચની શ્રેણીમાં 2-0થી હરાવ્યું હતું. 

ભારત પોતાના ઘરમાં છેલ્લી 32 મેચમાંથી 25 મેચ જીતી ચુક્યું છે. એક મેચમાં તેનો પરાજય થયો છે. વર્ષ 2017માં પુણેમાં જ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news