2019મા ટીમ ઈન્ડિયાએ બનાવ્યો 'હેટ્રિક'નો નવો રેકોર્ડ, શમી, બુમરાહ બાદ ચાહરની ધમાલ

'મેન ઓફ ધ મેચ' ચાહર આ વર્ષે હેટ્રિક ઝડપનાર ત્રીજો ભારતીય બોલર છે. 2019મા સૌથી પહેલા મોહમ્મદ શમીએ વનડેમાં આ સિદ્ધી મેળવી હતી, તો બુમરાહે ટેસ્ટમાં હેટ્રિક ઝડપી હતી.

Updated By: Nov 11, 2019, 03:31 PM IST
2019મા ટીમ ઈન્ડિયાએ બનાવ્યો 'હેટ્રિક'નો નવો રેકોર્ડ, શમી, બુમરાહ બાદ ચાહરની ધમાલ

નવી દિલ્હીઃ ફાસ્ટ બોલર દીપક ચાહરે નાગપુરા વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (વીસીએ) સ્ટેડિયમમાં હેટ્રિક ઈતિહાસ રચ્યો હતો. તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં માત્ર 7 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ તેના કરિયરની નહીં, પરંતુ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સર્વશ્રેષ્ઠ બોલિંગ છે. ફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 30 રનથી હરાવીને સિરીઝ પર 2-1થી કબજો કર્યો હતો. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 174 રન બનાવ્યા હતા જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 19.2 ઓવરમાં 144 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. 

'મેન ઓફ ધ મેચ' ચાહર આ વર્ષે હેટ્રિક ઝડપનાર ત્રીજો ભારતીય બોલર છે. 2019મા સૌથી પહેલા મોહમ્મદ શમીએ વનડેમાં આ સિદ્ધી મેળવી હતી, તો બુમરાહે ટેસ્ટમાં હેટ્રિક ઝડપી હતી. હવે દીપક ચાહરે ટી20મા હેટ્રિક ઝડપવાની સિદ્ધી મેળવી છે. આ રીતે એક વર્ષમાં ત્રણ ભારતીય બોલરોએ ત્રણ અલગ-અલગ ફોર્મેટમાં હેટ્રિક ઝડપી છે. આમ પ્રથમવાર બન્યું છે કે કોઈપણ એક દેશના બોલરોએ એક વર્ષમાં ત્રણેય ફોર્મેટમાં હેટ્રિક ઝડપી છે. તેનો મતલબ છે કે ભારતે 2019મા હેટ્રિકની હેટ્રિક પૂરી કરી લીધી છે. 

vs અફઘાનિસ્તાનઃ મોહમ્મદ શમીની હેટ્રિક
મોહમ્મદ શમીએ આ વર્ષે ઈંગ્લેન્ડમાં રમાયેલા વિશ્વકપ દરમિયાન 22 જૂને અફઘાનિસ્તાન વિરુદ્ધ હેટ્રિક ઝડપી હતી. મોહમ્મદ શમી ઈનિંગની અંતિમ ઓવર ફેંકવા આવ્યો હતો. તેણે મોહમ્મદ  નબી (52), આફતાબ આલમ (0) અને મુઝીબ ઉર રહમાન (0)ને આઉટ કર્યાં હતા. 

vs વેસ્ટ ઈન્ડિઝઃ ટેસ્ટમાં બુમરાહની હેટ્રિક
જસપ્રીત બુમરાહે સપ્ટેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝ વિકુદ્ધ સબીના પાર્ક મેદાન પર રમાયેલી સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં 3 બોલ પર ત્રણ બેટ્સમેનોને આઉટ કરીને આ કારનામું કર્યું હતું. બુમરાહે પ્રથમ ઈનિંગની નવમી ઓવરના બીજા બોલ પર ડેરેન બ્રાવો (4), ત્રીજા બોલ પર શાહમાર બ્રૂક્સ (0) અને ચોથા બોલ પર રોસ્ટન ચેઝ (0)ને આઉટ કરી હેટ્રિક પૂરી કરી હતી. 

ICC T20 Rankings: 'હેટ્રિક મેન' દીપક ચાહરની મોટી છલાંગ, ટોપ-50મા કરી એન્ટ્રી  

અને હવે દીપક ચાહર
અંતિમ ટી20 મેચમાં ચાહરે બાંગ્લાદેશની ઈનિંગની 18મી ઓવરના અંતિમ બોલર પર શફીકુલ ઇસ્લામને લોકેશ રાહુલના હાથે કેચ કરાવ્યો હતો. ઈનિંગની અંતિમ ઓવરમાં તે ફરી બોલિંગ કરવા આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર તેણે મુસ્તફીઝુરને અય્યરના હાથે કેચ કરાવ્યો અને અમીનુલ ઇસ્લામને બોલ્ડ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં હેટ્રિક ઝડપનાર પ્રથમ ભારતીય પુરૂષ બોલર બન્યો હતો. 

ઓવરઓલ હેટ્રિક ઝડપનાર ભારતીય બોલર (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ)
ટેસ્ટઃ હરભજન સિંહ, ઇરફાન પઠાણ, જસપ્રીત બુમરાહ
વનડેઃ ચેતન શર્મા, કપિલ દેવ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી
ટી20- દીપક ચાહર. 

જુઓ Live TV ​

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube