MI vs KKR: મજબૂત મુંબઈની સામે કોલકત્તાની ટક્કર, નરેન રમશે કે નહીં, તે સૌથી મોટો પ્રશ્ન

MI vs KKR match preview and prediction: મુંબઈએ પાછલી ચારેય મેચોમાં સારૂ પ્રદર્શન કર્યું છે જ્યારે કેકેઆરની સમસ્યાઓ પૂરી થવાનું નામ લઈ રહી નથી. 
 

MI vs KKR: મજબૂત મુંબઈની સામે કોલકત્તાની ટક્કર, નરેન રમશે કે નહીં, તે સૌથી મોટો પ્રશ્ન

અબુધાબીઃ આક્રમક બેટ્સમેન અને ડેથ ઓવરોમાં શાનદાર પ્રદર્શન કરનાર બોલરોની હાજરીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)માં આજે અહીં કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) વિરુદ્ધ રમાનારી મેચમાં જીતની પ્રબળ દાવેદારના રૂપમાં શરૂઆત કરશે. મુંબઈએ પાછલી ચારેય મેચોમાં સારૂ પ્રદર્શન કર્યું છે જ્યારે કેકેઆરની સમસ્યાઓ પૂરી થવાનું નામ લઈ રહી નથી. 

પાછલી મેચમાં તેણે આરસીબી વિરુદ્ધ 82 રનથી કારમા પરાજયનો સામનો કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની અંતિમ ઇલેવનમાં ફેરફારની સંભાવના ઓછી છે. કેકેઆર તરફથી તેના મુખ્ય સ્પિનર સુનીલ નરેન રમશે કે નહીં તે મોટો સવાલ છે. વેસ્ટ ઈન્ડિઝના આ સ્પિનરની શંકાસ્પદ બોલિંગ એક્શન માટે રિપોર્ટ આપવામાં આવ્યો છે. તે આરસીબી વિરુદ્ધ મેચમાં બહાર રહ્યો હતો. તો કેકેઆર તેના મામલામાં જલદી સમાધાન ઈચ્છે છે. 

નરેન નહીં હોય તો મુંબઈ વધુ મજબૂત
જો નરેન ફરીથી બહાર રહે તો મુંબઈની સંભાવના વધી જશે. મેચ શેખ ઝાયદ સ્ટેડિયમમાં રમાશે. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ આ સીઝનમાં પોતાની બંન્ને અડધી સદી અહીં ફટકારી છે. આમ પણ કેકેઆર વિરુદ્ધ રમવું તેને પસંદ છે. આ બંન્ને ટીમો વચ્ચે પાછલી મેચમાં રોહિતે 80 રન બનાવી પોતાની ટીમની 49 રનથી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રોહિત (216) સિવાય મુંબઈના ટોપ ક્રમના અન્ય બેટ્સમેન પણ સારા ફોર્મમાં છે. 

મુંબઈના બેટ્સમેન બેજોડ ફોર્મમાં
ક્વિન્ટન ડિ કોક (191 રન) સૂર્યકુમાર યાદવ (223 રન) પોતાનું સારૂ પ્રદર્શન જાળવી રાખવાનો પ્રયાસ કરશે. ઇશાન કિશન (186 રન)એ આરસીબી વિરુદ્ધ 99 રનની ઈનિંગ રમી હતી પરંતુ તેણે પોતાની સારી શરૂઆતને મોટી ઈનિંગમાં બદલવાની જરૂર છે. હાર્દિક પંડ્યા અને પોલાર્ડ સિવાય ક્રુણાલ પંડ્યાએ પણ આક્રમક રન બનાવવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન રજૂ કર્યું છે. તેવામાં નરેનની ગેરહાજરીમાં કેકેઆરના આક્રમક પણ તે હાવી થઈ શકે છે. 

મુંબઈની બોલિંગ મજબૂત
બોલિંગ વિભાગમાં પણ મુંબઈની ટીમને કોઈ મુશ્કેલી નથી. ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ તેને શરૂઆતમાં વિકેટ અપાવી રહ્યા છે જ્યારે ઓસ્ટ્રેલિયન જેમ્સ પેટિન્સન તેને સારો સાથ આપી રહ્યો છે. સ્પિનર રાહુલ ચાહર અને ક્રુણાલ કેરેઆરના બેટ્સમેનો પર અંકુશ લગાવવાનો પ્રયાસ કરશેય 

કેકેઆરની પરેશાની છે બેટિંગ
કેકેઆરની સૌથી મોટી મુશ્કેલી તેના બેટ્સમેનોનું સાતત્યપૂર્ણ પ્રદર્શન છે. આંદ્રે રસેલનું ખરાબ ફોર્મ તેના માટે ચિંતાનો વિષય છે. રસેલે અત્યાર સુધી સાત મેચોમાં માત્ર 71 રન બનાવ્યા છે. કોલકત્તાની પાસે એવો કોઈ બેટ્સમેન નથી જે કોઈપણ આક્રમકને ઉડાવી શકે. તેમાં યુવા શુભમન ગિલ, ઈંગ્લેન્ડનો વિશ્વ વિજેતા કેપ્ટન ઇયોન મોર્ગન, નીતીશ રાણા અને કેપ્ટન કાર્તિક મુખ્ય છે પરંતુ કેટલીક મેચોને છોડતા લાંબી ઈનિંગ રમી શક્યા નથી. 

બોલરોનું પ્રદર્શન પણ ચિંતાનો વિષય
કેકેઆરના બોલરોએ કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ ઓછા અંતરની જીતમાં સારી ભૂમિકા નિભાવી હતી પરંતુ આરસીબી વિરુદ્ધ પ્રભાવ છોડી શક્યા નહીં. આ મેચમાં પેટ કમિન્સે 38 અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 42 રન આપ્યા હતા. તો કેકેઆર કુલદીપ યાદવને ત્રીજા ફાસ્ટ બોલરના સ્થાન પર તક આપી શકે છે. તે છેલ્લી ત્રણ મેચમાં રમ્યો નથી. તે સ્પિનર વરૂણ ચક્રવર્તીની સાથે ઉપયોગી સાબિત થઈ શકે છે. 

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, આદિત્ય તારે, અનમોલપ્રીત સિંઘ, ઇશાન કિશન, ક્વિન્ટન ડીકોક, સૂર્ય કુમાર યાદવ, હાર્દિક પંડ્યા, જયંત યાદવ, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, શેરફન રુધરફોર્ડ, સુચિત રોય, ધવલ કુલકર્ણી, જસપ્રીત બુમરાહ, મિશેલ મેક્લેન્ઘન, રાહુલ ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, ક્રિસ લિન, સૌરભ તિવારી, નાથન કુલ્ટર નાઇલ, મોહસીન ખાન, પ્રિંસ બળવંત રાય સિંહ અને દિગ્વિજય દેશમુખ.

કોલકત્તા નાઇટ રાઇડર્સઃ દિનેશ કાર્તિક, આંન્દ્રે રસેલ, સુનીલ નરેન, કુલદીપ યાદવ, શુભમન ગિલ, લોકી ફર્ગ્યુસન, નીતીશ રાણા, રિંકુ સિંઘ, પ્રસિદ્ધ કૃષ્ણા, સંદીપ વોરિયર, કમલેશ નાગેરકોટી, શિવમ માવી, સિદ્ધેશ લાડ, પેટ કમિન્સ, ઇઓન મોર્ગન, ટોમ બેન્ટન, રાહુલ ત્રિપાઠી, વરૂણ ચક્રવર્તી, ક્રિસ ગ્રીન, એમ સિદ્ધાર્થ, નિખિલ નાઈક.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news