લિંબડીની પેટાચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યો ઉમેદવાર, જાણો કોણ લડશે ભાજપ સામે ચૂંટણી?

આખરે લીંબડી બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યો છે. લિંબડી બેઠક પર કોંગ્રેસ રાહ જુઓની સ્થિતિમાં હતુ, ભાજપા કયા ઉમેદવારને મેદાને ઉતારશે તે પ્રમાણે કોંગ્રેસ (congress) પોતાનો ઉમેદવાર નક્કી કરવાનુ હતું. ત્યારે આખરે કોંગ્રેસે ચેતન ખાચરના નામ પર મહોર લગાવી છે. કોંગ્રેસે ચેતન ખાચર (chetan khachar) ને લિંબડીથી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે. ત્યારે ચેતન ખાચર ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાની સામે ચૂંટણી લડશે. ત્યારે આજે ચેતન ખાચર ઉમેદવારી ફોર્મ ભરશે. 
લિંબડીની પેટાચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યો ઉમેદવાર, જાણો કોણ લડશે ભાજપ સામે ચૂંટણી?

ઝી મીડિયા/બ્યૂરો :આખરે લીંબડી બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યો છે. લિંબડી બેઠક પર કોંગ્રેસ રાહ જુઓની સ્થિતિમાં હતુ, ભાજપા કયા ઉમેદવારને મેદાને ઉતારશે તે પ્રમાણે કોંગ્રેસ (congress) પોતાનો ઉમેદવાર નક્કી કરવાનુ હતું. ત્યારે આખરે કોંગ્રેસે ચેતન ખાચરના નામ પર મહોર લગાવી છે. કોંગ્રેસે ચેતન ખાચર (chetan khachar) ને લિંબડીથી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે. ત્યારે ચેતન ખાચર ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાની સામે ચૂંટણી લડશે. ત્યારે આજે ચેતન ખાચર ઉમેદવારી ફોર્મ ભરશે. 

આ પણ વાંચો : ગુજરાતમાં થશે કોરોનાની વેક્સીનનું ટ્રાયલ, 5 મેડિકલ કોલેજને અપાઈ મંજૂરી

જિલ્લામાં ચેતન ખાચરની પકડ સારી 
ચેતન ખાચર 2015 થી 2018 સુધી તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ પ્રખ્યાત સ્થાનિક નેતા છે અને જિલ્લા પંચાયતમાં સારો એવો અનુભવ ધરાવે છે. તેમજ રાહુલ ગાંધી સુધી તેમની વગ પણ સારી હોવાનું કહેવાય છે. ત્યારે કોંગ્રેસે આખરે ક્ષત્રિય નેતા પર પોતાની પસંદગી ઉતારી છે. લિંબડી બેઠક પર કોંગ્રેસે ચેતન ખાચર ઉપરાંત ભગીરથસિંહ રાણા અને કલ્પના મકવાણાના નામ પણ સમિતિને મોકલ્યા હતા. લિંબડી બેઠક પર ક્ષત્રિય વર્સિસ કોળીની રણનીતિ પર કોંગ્રેસની વિચારણા હતી. ત્યારે કોંગ્રેસે પણ કોળી નેતાને બદલે ચેતન ખાચરની પર પસંદગી ઉતારી છે. 

કોળીને બદલે ક્ષત્રિય ઉમેદવારની પસંદગી 
લિંબડી બેઠક પર કોળી સમાજનુ પ્રતિનિધિત્વ વધારે છે. ત્યારે બંને પક્ષ કોળી મતદારોને આકર્ષવા માટે કોળી ઉમેદવારને ટિકીટ આપશે તેવું કહેવાય છે. આવામાં ભાજપે ક્ષત્રિય ઉમેદવાર કિરીટસિંહ રાણાને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે કોંગ્રેસે પણ કાઠી દરબાર જ્ઞાતિના ખાચરને ટિકિટ આપી છે. ત્યારે હવે જોવાનુ એ રહ્યુ કે, કોળી સમાજ પેટાચૂંટણીમા કેવી નારાજગી દર્શાવે છે. કોળી સમાજને પોતાના ઉમેદવારની આશા હતી. કારણ કે, આ વિસ્તારમાં કોળી મત સૌથી વધુ છે. આવામા સમાજને મળેલી નિરાશાનું પરિણામ પેટાચૂંટણીના પરિણામ પર પણ જોવા મળી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news