ઈંગ્લેન્ડ વિરુદ્ધ ધમાલ મચાવ્યા બાદ IPLની તૈયારી, મુંબઈ કેમ્પમાં જોડાયા 3 ખેલાડી

આઈપીએલ 2021 (IPL 2021) ની શરૂઆત 9 એપ્રિલથી થઈ રહી છે. પ્રથમ મેચ રોહિતની આગેવાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ અને કોહલીની આરસીબી વચ્ચે રમાશે. પ્રથમ મેચ ચેન્નઈના ચેપોક મેદાનમાં રમાશે.   

Updated By: Mar 29, 2021, 05:33 PM IST
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ધમાલ મચાવ્યા બાદ IPLની તૈયારી, મુંબઈ કેમ્પમાં જોડાયા 3 ખેલાડી

મુંબઈઃ ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે સિરીઝ પૂરી થયા બાદ ટીમ ઈન્ડિયાના (Team India) ક્રિકેટરોએ આઈપીએલ 2021 (IPL 2021) ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા અને સૂર્યકુમાર યાદવ પણ આ મેગા ટી-20 લીગમાં ધૂમ મચાવવા આતૂર છે. 

મુંબઈ કેમ્પમાં જોડાયા આ ત્રણ ખેલાડી
હાર્દિક પંડ્યા (Hardik Pandya), કૃણાલ પંડ્યા (Krunal Pandya) અને સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) 9 એપ્રિલથી શરૂ થઈ રહેલા આઈપીએલ પહેલા સોમવારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે જોડાઈ ગયા હતા. આ ફ્રેન્ચાઇઝીએ ટ્વિટર પર આ ત્રણેયના મુંબઈ પહોંચવાનો વીડિયો પોસ્ટ કર્યો છે. 

ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝમાં મચાવ્યો ધમાલ
હાર્દિક પંડ્યા (Hardik Pandya), કૃણાલ પંડ્યા (Krunal Pandya) અને સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)  ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ હતા. ભારતે રવિવારે પુણેમાં ત્રીજી અને અંતિમ વનડેમાં 7 રનથી જીત મેળવી સિરીઝ 2-1થી કબજે કરી હતી. 

આ પણ વાંચોઃ IPL 2021: ભારત-ઈંગ્લેન્ડની સિરીઝ સમાપ્ત, હવે આઈપીએલનું મંચ તૈયાર, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

કૃણાલનું વનડેમાં પર્દાપણ
કૃણાલ પંડ્યાએ આ સિરીઝ દરમિયાન વનડે ક્રિકેટમાં પર્દાપણ કર્યુ પરંતુ સૂર્યકુમાર યાદવને વનડે સિરીઝમાં તક મળી નહીં. સૂર્યકુમારે આ પહેલા ટી20 સિરીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યુ હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube