અમેરિકન ઓપનમાં વિવાદિત પરાજય પછી નાઓમીની માફી માગી હતી, સેરેના વિલિયમ્સનો ખુલાસો
Trending Photos
ન્યૂયોર્કઃ સ્ટાર ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે ખુલાસો કર્યો છે કે, તેણે ગયા વર્ષે અમેરિકન ઓપનમાં પરાજય પછી વિરોધી ખેલાડી નાઓમી ઓસાકાની માફી માગી હતી. નાઓમીએ પોતાની શાનદાર રમતમાં સેરેનાને સીધા સેટમાં 6-2, 6-4થી હરાવી હતી. જોકે, આ મેચ વિવાદિત રહી હતી અને વિલિયમ્સે મેચ દરમિયાન ચેર અમ્પાયર સાથે ઝઘડો કર્યો હતો. તેણે અમ્પાયર કાર્લોર રામોસને ચોર પણ કહ્યા હતા.
હવે, તાજેતરમાં જ હાર્પર બાઝાર નામના મેગેઝિનમાં મંગળવારે પ્રકાશિત એક લેખમાં 37 વર્ષની સેરેનાએ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. સેરેનાએ લખ્યું છે કે, "મેચમાં થયેલા વિવાદના કારણે હું પરાજય તરફ ધકેલાઈ ગઈ, પરંતુ એક અન્ય ખેલાડી તેની વિજયી ક્ષણનો ઉત્સવ પણ ઉજવી શકી નહીં. એક એવી ક્ષણ જે તેની લાંબી અને સફળ કારકિર્દીમાં યાદગાર બનતી હોય છે. હું દિલથી દુઃખી થઈ ગઈ હતી."
સેરેનાએ કહ્યું, "હે નાઓમી, હું સેરેના વિલિયમ્સ. જેવું કે મેં કહ્યું, મને તારા પર ગર્વ છે અને હું માફી પણ માગવા ચાહું છું. મેં વિચાર્યું હતું કે હું મારા માટે લડીને એક સાચું કામ કરી રહી છું, પરંતુ મને ખબર ન હતી કે મીડિયા આપણને એક-બીજા સામે ભડકાવી દેશે. હું અત્યારે અને ભવિષ્યમાં તારી સફળતાની કામના કરું છું. મને તારા પર ગર્વ છે."
સેરેના અત્યારે વિમ્બલડનમાં રમી રહી છે અને વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચી ચૂકી છે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે