ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર સૂર્યકુમારની પસંદગી નહીં, વિવાદ વચ્ચે આવ્યું ગાંગુલીનું નિવેદન


Sourav Ganguly On Suryakumar Yadav: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું સૂર્યકુમારની ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પસંદગી ન થવા પર પ્રતિક્રિયા આવી છે. તેમનું કહેવું છે કે સૂર્યનો પણ સમય આવશે. 

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર સૂર્યકુમારની પસંદગી નહીં, વિવાદ વચ્ચે આવ્યું ગાંગુલીનું નિવેદન

નવી દિલ્હીઃ મુંબઈ ઈન્ડિયન્સની ટીમને ઈન્ડિયન પ્રીમિયર લીગ  (IPL)માં છેલ્લી બે-ત્રણ સીઝનમાં મળેલી સફળતા પાછળ તેના મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) પણ મોટુ કારણ છે. તેણે પોતાના જોરદાર પ્રદર્શનથી ટીમને સફળતા અપાવી છે. સંયુક્ત અરબ અમીરાતમાં જારી હાલની સીઝનની વાત કરીએ તો અહીં તેની બેટિંગ દમદાર રહી છે. વર્લ્ડ ક્લાક બોલરોની સામે તેણે જે રીતે બેટિંગ કરી છે તે પ્રશંસાપાત્ર છે. હવે આ મામલે બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)નુ નિવેદન સામે આવ્યું છે. 

તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ખુબ રન બનાવ્યા છે અને આ કારણે તેના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જવા માટે ટીમ ઈન્ડિયામાં પસંદ થવાની ચર્ચા થઈ રહી હતી. હરભજન સિંહ જેવા ક્રિકેટરોએ પસંદગી ન થવા પર સવાલ ઉઠાવ્યા હતા. સિલેક્ટરોએ તેને જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે પસંદ ન કર્યો તો ન માત્ર સીનિયર ક્રિકેટર હેરાન હતા, પરંતુ ફેન્સ તરફથી પણ પ્રતિક્રિયા જોવા મળી હતી. 

WT20 Challenge 2020: વેલોસિટીનો કારમો પરાજય, ટ્રેલબ્લેઝર્સે 9 વિકેટે હરાવ્યું    

આ વિશે પૂર્વ ભારતીય કેપ્ટન અને હાલ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ- તે ખુબ સારો ક્રિકેટર છે. તેનો ટાઇમ પણ આવશે. ગાંગુલીએ સાથે જણાવ્યુ કે, જે ભારતીય ક્રિકેટરોએ તેને આકર્ષિત કર્યા તેમાં સૂર્યકુમાર પણ એક છે. ગાંગુલીના આ લિસ્ટમાં રાજસ્થાન રોયલ્સના સંજૂ સેમસન, કોલકત્તા નાઇટ રાઇડર્સના રાહુલ ત્રિપાઠી, વરૂણ ચક્રવર્તી, શુભમન ગિલ અને રાજસ્થાન રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોરના દેવદત્ત પડિક્કલના નામસામેલ છે. 

ઉલ્લેખનીય છે કે એક બાદ એક દમદાર ઈનિંગને જોઈ સૂર્યકુમારથી કોચ રવિ શાસ્ત્રી પણ પ્રભાવીત થયા. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ સૂર્યકુમાર યાદવને મજબૂત અને સંયમ રાખવાનું કહ્યુ છે. સૂર્ય કુમાર યાદવની ઈનિંગ પર ટ્વીટ કરતા શાસ્ત્રીએ લખ્યુ- સૂર્ય નમસ્કાર. મજબૂત રહો અને સંયમિત રહો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news