IND vs ENG: ડેબ્યુ મેચમાં ધમાકેદાર અડધી સદી, ઈનિંગ બાદ હાર્દિકના ખભે માથુ રાખી રડવા લાગ્યો ક્રુણાલ
Krunal Pandya Got Emotional after Fifty: ક્રુણાલ પંડ્યાએ જ્યારે રેકોર્ડ અડધી સદી ફટકારી પેવેલિયન પરત ફર્યો તો કંઈ બોલી શક્યો નહીં. તે ભાઈ હાર્દિકના ખભે માથુ રાખી રડવા લાગ્યો હતો.
Trending Photos
પુણેઃ હાર્દિક પંડ્યાના મોટા ભાઈ ક્રુણાલ પંડ્યા (Krunal Pandya) એ ઈંગ્લેન્ડ વિરુદ્દ પ્રથમ વનડેમાં ધમાકેદાર અડધી સદી ફટકારતા ડ્રીમ ડેબ્યુ કર્યું છે. તેણે માત્ર 26 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. આ સાથે તેણે પર્દાપણ વનડેમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. તો 7 કે તેથી નીચે રમતા પર્દાપણ મેચમાં 50થી વધુનો સ્કોર બનાવનાર ત્રીજો ભારતીય બની ગયો છે.
આ પહેલા સબા કરીમ અને રવિન્દ્ર જાડેજાએ આ કમાલ કર્યો હતો. સબાએ આફ્રિકા વિરુદ્ધ 1997માં 55 અને જાડેજાએ શ્રીલંકા વિરુદ્ધ 2009માં અણનમ 60 રનની ઈનિંગ રમી હતી. બીજીતરફ ક્રુણાલે 31 બોલની ઈનિંગમાં 7 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 58 રન બનાવ્યા. જ્યારે તે પેવેલિયન પરત ફર્યો તો એટલો ભાવુક થઈ ગયો કે કંઈ બોલી શક્યો નહીં. તેની આંખમાં આંસુ આવી ગયા હતા.
This is all heart 💙🫂
A teary moment for ODI debutant @krunalpandya24 post his brilliant quick-fire half-century💥💥@hardikpandya7 #TeamIndia #INDvENG @Paytm pic.twitter.com/w3x8pj18CD
— BCCI (@BCCI) March 23, 2021
ભારત અને ઈંગ્લેન્ડ (India vs England 1st ODI) વચ્ચે 3 મેચોની સિરીઝની પ્રથમ વનડેમાં ભારત તરફથી ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યા (Krunal Pandya) અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા (Prasidh Krishna) એ પર્દાપણ કર્યું છે. ક્રુણાલ અને કૃષ્ણાએ હાલમાં વિજય હઝારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેનું તેને ઈનામ મળ્યું છે.
What a debut innings by Krunal Pandya. Emotions can't controlled by him🥺 #ENGvsIND #KrunalPandya pic.twitter.com/NTlX6pewkz
— Vipul Madkaikar (@the_vipul10) March 23, 2021
ક્રુણાલને તેના નાના ભાઈ હાર્દિક પંડ્યાએ ડેબ્યુ કેપ આપી તો કૃષ્ણાને કેએલ રાહુલે કેપ આપી હતી. 29 વર્ષીય ક્રુણાલ આ પહેલા ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છે. ક્રુણાલે 18 ટી20 મેચમાં 121 રન બનાવવાની સાથે 14 વિકેટ ઝડપી છે. ક્રુણાલ ડેબ્યુ કેપ હાસિલ કર્યા બાદ ભાવુક થઈ ગયો હતો. કેપ હાલિ કરી ક્રુણાલે આકાશ તરફ જોતા પોતાના પિતાને યાદ કર્યા હતા. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વસીમ જાફરે ફોટો ટ્વીટ કરી લખ્યુ, ''મારી આંખોમાં કંઈક છે."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે