મહેસાણા: બહુચરાજી પાસે પ્રાઈવેટ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી

બહુચરાજી પાસે એક પ્રાઈવેટ કંપનીમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ છે. પાર્ક નોન વુવાન નામની કંપનીમાં આગ લાગી છે. આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલુ છે. 

Updated By: Apr 25, 2020, 10:58 PM IST
મહેસાણા: બહુચરાજી પાસે પ્રાઈવેટ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી
સાંકેતિક તસવીર

તેજસ દવે, મહેસાણા: બહુચરાજી પાસે એક પ્રાઈવેટ કંપનીમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ છે. પાર્ક નોન વુવાન નામની કંપનીમાં આગ લાગી છે. આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલુ છે. 

મળતી માહિતી મુજબ મહેસાણાના બહુચરાજી પાસે ફોર વ્હીલર ગાડીના પ્લાસ્ટિક અને થર્મોકોલ સ્પેરપાર્ટ્સ બનાવતી કંપની પાર્ક નોન વુવાનમાં આગ ફાટી નીકળી છે. મોટાભાગની કંપની બળીને ખાખ થઈ છે. મારૂતિની વેન્ડર કંપની છે. મારૂતિ કંપનીની ફાયર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલુ છે. 

જુઓ LIVE TV

મહેસાણા ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube