ભચાઉમાં 11 મિનિટના ગાળામાં એક જ કેન્દ્રબિંદુમાં 2.8ની તીવ્રતાના ભૂકંપના બે આંચકા
બપોરના સમયે અચાનક ધરા ધ્રુજી જતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો
Trending Photos
ભુજઃ ધરતીકંપનું એપીસેન્ટર ગણાતા ભચાઉમાં ગુરૂવારે ફરી એક વખત ધરા ધ્રુજી હતી. બપોરના સમયે ભચાઉમાં 11 મિનિટના ગાળામાં એક જ કેન્દ્રબિંદુના સ્થળે 2.8ની તીવ્રતાના ભૂકંપના વારાફરતી બે આંચકા આવ્યા હતા. ગાંધીનગર સિસ્મોલોજી વિભાગમાં આ આંચકા નોંધાયા હતા.
ગુરૂવારે બપોરે 1.23 કલાકે ભચાઉથી 11 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં ખારોઈ રોડ તરફ 2.8ની તીવ્રતાનું કંપન આવ્યું હતું. પ્રથમ કંપનની 11મી મિનિટ પછી 1.34 કલાકે ફરી એ જ કેન્દ્રબિંદુ નજીક વધુ એકવાર 2.8ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો.
ઉપરા-છાપરી ટૂંકા ગાળામાં જ ભૂકંપના બે આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે, આ આંચકામાં જાન-માલને કોઈ પણ પ્રકારનું નુકસાન થયાના સમાચાર નથી.
ગઈકાલે પણ આ જ કેન્દ્રબિંદુમાં 1.2ની તીવ્રતાના બે હળવા કંપન નોંધાયા હતા. ગાંધીનગર ખાતે આવેલા સિસ્મોલોજી સેન્ટર ખાતે ભૂકંપના આ આંચકા નોંધાયા હતા.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે