રાજીવ સાતવ News

અમદાવાદમાં કોંગ્રેસનું આંદોલન, રાજીવ સાતવ સહીતના નેતા આપશે હાજરી
Nov 30,2019, 12:50 PM IST
મોટર વ્હીકલ એક્ટના વિરોધમાં કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રા, હેલ્મેટ વગરની બ
ગાંધી વિચારોને જન જન સુધી પહોંચાડવા માટે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધી સંદેશ યાત્રાનો પ્રારંભ કરાયો છે. જેમા કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલ મોટર વ્હીકલ એક્ટનો સવિનય કાનૂન ભંગ કરી હેલ્મેટ પહેર્યા વગર જ બાઇક ચલાવી રેલી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતી નિમિત્તે ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં એક યાત્રા દાંડીથી અમદાવાદ સાબરમતી આશ્રમ અને પોરબંદરથી અમદાવાદ સાબરમતી આશ્રમ સુધી પહોંચશે. પોરબંદરથી વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ યાત્રાની આગેવાની કરી છે. ચાર દિવસ બાદ ગાંધી સંદેશ યાત્રા અમદાવાદ પહોંચશે.
Sep 27,2019, 15:39 PM IST
રાજીવ સાતવે અમદાવાદમાં ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું કે...
રાજ્યમાં 21 ઓક્ટોબરના રોજ યોજનારી 9 વિધાનસભાની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ના ઉમેદવાર સ્થાનિક કાર્યકરોની પસંદગીને ધ્યાને લઈને કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા આયોજિત ગાંધી સંદેશ યાત્રા (Gandhi Sandesh Yatra) માં ભાગ લેવા માટે આવેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે (Rajiv Satav) નિવેદન આપતા કહ્યું કે, 6 વિધાનસભાની ચુટંણી માટે ગુજરાત કોંગ્રેસ (Congress) તૈયાર છે. આજે આખા દેશમાં આર્થિક મંદી છે. ઉદ્યોગ યુનિટ બંધ થઇ રહ્યાં છે. યુવાનો બેરોજગાર છે. દૂર દૂર સુધી ક્યાંય વિકાસ દેખાતો નથી. ગુજરાતમાં જે કામ થવા જોઈએ, એ આ સરકાર દ્વારા થતા નથી. તેની સામે જે કાર્યક્રમ કરવાના છે તે અંગે ચર્ચા થશે. તમામ મુદ્દાઓ અમે પ્રજા વચ્ચે લઈ જઈશું.
Sep 26,2019, 14:26 PM IST

Trending news