કલમ 370 મુદ્દે હવે આ શક્તિશાળી દેશે પાકિસ્તાનને લગાવી ફટકાર, ભારતને આપ્યો સાથ 

પાકિસ્તાનને કલમ 370 મામલે વધુ એક જોરદાર આંચકો લાગ્યો છે. ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને તેને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરી નાખ્યું છે. ભારત સરકારના આ નિર્ણયને રશિયાનું પણ સમર્થન મળ્યું છે.

કલમ 370 મુદ્દે હવે આ શક્તિશાળી દેશે પાકિસ્તાનને લગાવી ફટકાર, ભારતને આપ્યો સાથ 

નવી દિલ્હી: પાકિસ્તાનને કલમ 370 મામલે વધુ એક જોરદાર આંચકો લાગ્યો છે. ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને તેને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરી નાખ્યું છે. ભારત સરકારના આ નિર્ણયને રશિયાનું પણ સમર્થન મળ્યું છે. એટલું જ નહીં રશિયાએ પાકિસ્તાનને શિખામણ આપતા કહ્યું કે તે કાશ્મીર મુદ્દે ભારત સાથે તણાવ ન વધારે. રશિયાએ આજે કહ્યું કે  જમ્મુ કાશ્મીરની સ્થિતિમાં ફેરફાર અને તેનું વિભાજન ભારતીય બંધારણના દાયરામાં થયું છે. 

મંત્રાલયે પોતાના એક નિવેદનમાં કહ્યું કે "રશિયા ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સંબંધોનું પ્રબળ સમર્થક છે. અમને આશા છે કે બંને પક્ષો વચ્ચે શિમલા કરાર 1972 અને લાહોર ઘોષણાપત્ર 1999 હેઠળ દ્વિપક્ષીય વાર્તા દ્વારા મુદ્દાઓ ઉકેલવામાં આવશે."

જુઓ LIVE TV

આ બાજુ ભારત સરકાર દ્વારા કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાન અકળાયું છે. પાકિસ્તાને આ મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને એક પત્ર લખ્યો છે. જો કે પાકિસ્તાનને ત્યાંથી પણ કશું મળ્યું નથી. યુએનએસસીએ પાકિસ્તાનના આ પત્ર પર હજુ સુધી કોઈ કમેન્ટ કરી નથી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષ જોઆના રોનેકાએ ભારતના ઐતિહાસિક નિર્ણયને યુએનએસસીના પ્રસ્તાવનો ભંગ ગણાવવા સંબંધિત પાકિસ્તાનના દાવા પર કોમેન્ટ કરવાની ના પાડી દીધી હતી. 

આ અગાઉ પાકિસ્તાનને અમેરિકાએ પણ આંચકો આપ્યો હતો. અમેરિકી વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું કે કાશ્મીર પર અમેરિકાની નીતિ પર કોઈ ફેરફાર થશે નહીં. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે મીડિયાના સવાલોના જવાબમાં સ્પષ્ટ કર્યું કે કાશ્મીર મામલે અમેરિકાની નીતિમાં કોઈ ફેરફાર થશે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news