ઈરાને US સૈન્ય ઠેકાણાઓ પર કર્યો મિસાઈલોનો વરસાદ, ડોનાલ્ડ ટ્રમ્પે તાબડતોબ આપ્યું નિવેદન
અમેરિકાના ડ્રોન એટેકમાં પોતાના ટોચના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ નારાજ ઈરાને બુધવારે ઈરાકમાં અમેરિકાના બે સૈન્ય ઠેકાણા પર મિસાઈલોથી હુમલો કર્યો. ઈરાને અમેરિકી એરબેસ અલ અસદ અને ઈરબિલ પર 12થી વધુ મિસાઈલો છોડી.
Trending Photos
નવી દિલ્હી: અમેરિકી સ્ટ્રાઈક (USA Air Strike) માં ઈરાની જનરલ કાસિમ સુલેમાની (Qassem Suleimani) ના મોત બાદ બદલાની કાર્યવાહીમાં ઈરાને ઈરાકમાં અમેરિકી સૈનાના બે ઠેકાણા પર બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો. આ અગે પ્રથમ પ્રતિક્રિયા આપતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે "બધુ ઠીક છે. (All is Well) હુમલાથી નુકસાન શું થયું તેની સમીક્ષા થઈ રહી છે. અમારી પાસે દુનિયાની સૌથી શક્તિશાળી સેના છે. કાલે સવારે નિવેદન આપીશ."
All is well! Missiles launched from Iran at two military bases located in Iraq. Assessment of casualties & damages taking place now. So far, so good! We have the most powerful and well equipped military anywhere in the world, by far! I will be making a statement tomorrow morning.
— Donald J. Trump (@realDonaldTrump) January 8, 2020
ઈરાને છોડી અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલો
અમેરિકાના ડ્રોન એટેકમાં પોતાના ટોચના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ નારાજ ઈરાને બુધવારે ઈરાકમાં અમેરિકાના બે સૈન્ય ઠેકાણા પર મિસાઈલોથી હુમલો કર્યો. ઈરાને અમેરિકી એરબેસ અલ અસદ અને ઈરબિલ પર 12થી વધુ મિસાઈલો છોડી. અમેરિકી રક્ષા મંત્રાલયે આ હુમલાના અહેવાલને સત્તાવાર સમર્થન પણ આપ્યું તથા નિવેદન બહાર પાડતા કહ્યું કે અમે અમારા સૈનિકોની સુરક્ષા માટે દરેક પગલું ભરીશું. અમેરિકાએ કહ્યું કે ઈરાને બેલિસ્ટિક મિસાઈલો છોડી છે.
જુઓ LIVE TV
ઈરાનના ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સે હુમલાની કરી પુષ્ટિ
ઈરાનના ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સે બુધવારે એક નિવેદન બહાર પાડીને કુદ્સ ફોર્સના કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે ઈરાકમાં અમેરિકી સૈન્ય ઠેકાણા પર હુમલાના અહેવાલને સમર્થન આપ્યું છે. ઈરાનની અર્ધ અધિકૃત સમાચાર એજન્સી ફાર્સ ન્યૂઝ એજન્સીએ મિસાઈલો છોડવાના એક વીડિયોને ટ્વીટ કર્યો અને કહ્યું કે અમેરિકાથી બદલો લેવા માટે એન અલ અસદમાં જવાબી કાર્યવાહી હેઠળ અમેરિકી બેસ પર ઈરાની મિસાઈલ ફાયરિંગ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે