આ રાજ્યોને જીતીને 2016માં ટ્રંપે મેળવ્યું હતું રાષ્ટ્રપતિ પદ, આ વખતે આવી છે સ્થિતિ

ભારતની જેમ સંયુક્ત રાજ્ય અમેરિકામાં પણ કેટલાંક મુખ્ય રાજ્ય એવા છે જે સ્વિંગ સ્ટેટ છે અને આ રાજ્ય ચૂંટણીની દિશા નક્કી કરે છે. આ રાજ્યોને બેટલગ્રાઉન્ડ સ્ટેટ કહેવામાં આવે છે. એવામાં 2020ના પરિણામના ઈંતઝાર દરમિયાન જાણીએ કે 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી અને અત્યારની ચૂંટણીમાં આ બેટલગ્રાઉન્ટ સ્ટેટમાં શું પરિસ્થિતિ રહી.

આ રાજ્યોને જીતીને 2016માં ટ્રંપે મેળવ્યું હતું રાષ્ટ્રપતિ પદ, આ વખતે આવી છે સ્થિતિ

નવી દિલ્લી : અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેન હોય કે વર્તમાન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપ. તેમને જીતની ઉજવણી કરવા માટે રાહ તો કરવી પડશે. પરિણામ આવવામાં સમય લાગશે અને અત્યાર સુધી જે રુઝાન આવ્યા છે તે પ્રમાણે કાંટે કી ટક્કર છે.
ભારતની જેમ સંયુક્ત રાજ્ય અમેરિકામાં પણ કેટલાંક મુખ્ય એવા રાજ્યા છે જે સ્વિંગ સ્ટેટ છે અને આ રાજ્ય ચૂંટણીની દિશા નક્કી કરે છે. આ રાજ્યોને બેટલગ્રાઉન્ડ સ્ટેટ કહેવામાં આવે છે. એવામાં 2020ના પરિણામના ઈંતઝાર દરમિયાન જાણીએ કે 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણી અને અત્યારની ચૂંટણીમાં આ બેટલગ્રાઉન્ડ સ્ટેટમાં શું પરિસ્થિતિ રહી.

મુખ્ય રાજ્યોમાં 2016 અને 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણી
ફ્લોરિડા:

2016માં ટ્રંપે હિલેરી ક્લિન્ટનના 47.8 ટકા મતની સરખામણીમાં 49 ટકા મતની સાથે આ રાજ્યમાં જીત મેળવી હતી. આ રાજ્યે ફરી એકવાર ટ્રંપને પસંદ કરતાં તેમને 50 ટકાથી વધારે સમર્થન આપ્યું છે અને ફરીથી આ રાજ્યને જીતવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

અમેરિકામાં મતગણના પર બબાલ, ટ્રમ્પ બોલ્યા- જ્યાં જીતી રહ્યાં હતા, ત્યાં પાછળ કેમ થઈ ગયા

ઓહિયો:
છેલ્લી ચૂંટણીમાં ટ્રંપે ક્લિન્ટનથી લગભગ 7 ટકાની સરસાઈ મેળવતાં 52.1 ટકા મત મેળવીને આ રાજ્ય જીત્યું હતું.  આ વખતે પણ ટ્રંપને મોટાપાયે સમર્થન મળ્યું છે.

આયોવા:
2016માં પણ ટ્રંપને આ રાજ્યમાં આરામથી જીત મળી હતી અને આ વખતે પણ સફળ રહ્યા.

એરિઝોના:
છેલ્લી ચૂંટણીમાં 49.5 ટકા મતની સાથે ટ્રંપ આ રાજ્ય જીત્યું હતું. ત્યારે આ વખતના રુઝાનની ખ્યાલ આવે છેકે CNN ટ્રેકર અનુસાર બિડેન 52 ટકાથી વધારે મત સાથે ટ્રંપની આગળ છે.

વિસ્કોન્સિન:
લગભગ 1 ટકાની સરસાઈથી ટ્રંપ 2016માં આ રાજ્યને જીતી શક્યા હતા. આ વર્ષની ચૂંટણી માટે અહીંયાથી રૂઝાન હજુ શરૂ થઈ શક્યા નથી.

મિશિગન:
આ રાજ્યને ટ્રંપે ક્લિન્ટન પર માત્ર 0.3 ટકા પોઈન્ટની સરસાઈ સાથે જીત્યું હતું. જોકે આ વખતે ટ્રેન્ડ પ્રમાણે ટ્રંપને 53.1 ટકા મતનું સમર્થન મળી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news