વાયુસેનાએ પાકિસ્તાનના જે સ્થળને ટાર્ગેટ કર્યું, તે આ કારણોથી અમેરિકાના પણ રડારમાં હતું
Trending Photos
નવી દિલ્હી : ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનની સીમાની અંદર આતંકી શિબિર પર મંગળવારે સવારે મોટો હવાઈ હુમલો કર્યો. ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, પુલવામામાં સીઆરપીએફ કાફલા પર પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહંમદની તરફથી કરવામાં આવેલ આતંકી હુમલાથી નારાજ ભારત તરફથી આ હુમલો કરવામાં આવ્યો છે. ભારતીય વાયુસેના તરફથી કરવામાં આવેલ આ સર્જિકલ સ્ટ્રાઈકલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલ જૈશ-એ-મોહંમદના આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.
ભારતીય વાયુસેનાના મિરાજ વિમાનોએ પ્લાન કરેલા આ હુમલામાં બાલાકોટ, મુઝફ્ફરાબાદ અને ચકોટીમાં આતંકી શિબિરોને નિશાન બનાવ્યું. ભારતીય વાયુસેનાના જેટ વિમાનોની સાથે સાથે આ મિશનમાં અન્ય સૈન્ય જેટ વિમાનો પણ સામલ હતા. પરંતુ વાયુસેનાની આ કાર્યવાહીમાં સામાન્ય લોકોને એક પ્રશ્ન પડી રહ્યો છે કે, આખરે કેમ આ ઓપરેશનને અંજામ આપવા માટે બાલાકોટને જ પસંદ કરવામાં આવ્યું. તો આવો આ પાછળનું કારણ જાણીએ.
કેમ બાલાકોટ....
તાલિબાનના ખાત્મ બાદ જૈશ-એ-મોહંમદે પોતાનો કેમ્પ બાલાકોટમાં શિફ્ટ કર્યું હતું. વર્ષ 200થી 2001ની વચ્ચે જૈશે બાલાકોટમાં ટ્રેનિંગ કેમ્પ બનાવ્યા હતા. અલ રહેમાન ટ્રસ્ટના નામથી જૈશનું વધુ એક સંગઠન આ વિસ્તારમાં છે. ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે, આતંકી અઝહર મસૂદના સંબંધી મૌલાના યુસુફ અઝહર બાલાકોટમાં ચાલતા તમામ આતંકી કેમ્પનું સંચાલન કરતો હતો. વાયુસેના તરફથી કરવામા આવેલી કાર્યવાહીમાં મૌલાના યુસુફ અઝહર પણ માર્યો ગયો છે.
આ ઉપરાંત બાલાકોટથી અઢીસો કિલોમીટર દૂર પેશાવરમાં પણ જૈશનો એક કેમ્પ છે. બાલાકોટથી 40 કિલોમીટર દર પીઓકેથી મુઝફ્ફરાબાદમાં પણ જૈશનો એક કેમ્પ છે. બાલાકોટને આતંકીઓનું ગઢ માનવામાં આવે છે. આતંકવાદી ગતિવિધિઓને કારણે બાલાકોટ અમેરિકાના પણ રડારમાં છે. આ કારણોથી ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં બ્લાસ્ટ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે