બજેટ 2019ની 5 જાહેરાતો, જે સીધે-સીધો તમને પહોંચાડશે ફાયદો

પિયૂષ ગોયલે બજેટ (Budget 2019)માં આ વખતે ઐતિહાસિક જાહેરાત કરી. તેમણે એવી-એવી યોજનાઓની જાહેરાત કરી જે સીધે-સીધી અમારી અને તમારી જીંદગીને લાભ પહોંચાડશે. એટલું જ નહી તેનાથી આપણા ખિસ્સાને પણ ફાયદો થશે. જો તમે કોઇ કારણસર નાણા મંત્રી પિયૂષ ગોયલનું ભાષણ સાંભળવાનું ચૂકી ગયા છો તો આવો આ પાંચ જાહેરાતો વિશે જાણીએ, જેના દ્વારા તમને સીધો ફાયદો થશે. 

બજેટ 2019ની 5 જાહેરાતો, જે સીધે-સીધો તમને પહોંચાડશે ફાયદો

નવી દિલ્હી: કેંદ્રીય નાણા મંત્રી પિયૂષ ગોયલે બજેટ (Budget 2019)માં આ વખતે ઐતિહાસિક જાહેરાત કરી. તેમણે એવી-એવી યોજનાઓની જાહેરાત કરી જે સીધે-સીધી અમારી અને તમારી જીંદગીને લાભ પહોંચાડશે. એટલું જ નહી તેનાથી આપણા ખિસ્સાને પણ ફાયદો થશે. જો તમે કોઇ કારણસર નાણા મંત્રી પિયૂષ ગોયલનું ભાષણ સાંભળવાનું ચૂકી ગયા છો તો આવો આ પાંચ જાહેરાતો વિશે જાણીએ, જેના દ્વારા તમને સીધો ફાયદો થશે. 

નાણામંત્રી પિયૂષ ગોયલે સૌથી મોટી જાહેરાત કરતાં કહ્યું કે 5 લાખ સુધી સામાન્ય વ્યક્તિ પર કોઇ ટેક્સ નહી લાગે. સામાન્ય કરદાતા અથવા તો એમ કહીએ કે ઓછી કમાણી કરનાર જે ટેક્સના બોજા હેઠળ દબાયેલ છે, તેમને ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી છૂટ આપવામાં આવી છે. આમ તો સરકારે પાંચ લાખ રૂપિયા સુધીની આવક મર્યાદાને ટેક્સ ફ્રી કરી દીધી છે. પરંતુ જો તમે LIC, મેડિકલ, પીએફમાં રોકાણ કરો છો, તો તમને પુરેપુરા 6.50 લાખ રૂપિયા સુધી કોઇ ટેક્સ ભરવો નહી પડે. સરળ ભાષામાં કહીએ તો પહેલાં પાંચ લાખ રૂપિયાની કમાણી પર જો તમે 13 હજાર રૂપિયાનો ટેક્સ ચૂકવત હતા, તે હવે ઝીરો (0) થઇ ગયો છે. 

બીજું ઘર ખરીદતાં પણ મળશે 2 લાખ સુધીની છૂટ
મોદી સરકાર અત્યાર સુધી પહેલું ઘર ખરીદવા પર 2 લાખ રૂપિયા સુધીની છૂટ આપતી હતી, પરંતુ હવે બીજું ઘર ખરદશો તો પણ બે લાખ રૂપિયાની છૂટ મળશે. એટલે કે જો તમે ગત બે વર્ષમાં કોઇ ફ્લેટ અથવા ઘર બુક કરાવ્યું છે અને તમને હોમ લોન પર સરકાર દ્વારા બે લાખ રૂપિયા સુધીની છૂટ મળી નથી તો તમે બીજું ઘર ખરીદવાનું પ્લાનિંગ કરી શકો છો. સરકાર બીજી હોમ લોન પર પણ બે લાખ સુધીની છૂટ આપશે. 

બિનસંગઠિત ક્ષેત્રના મજૂરોને સામાજિક સુરક્ષા પુરી પાડવા માટે વડાપ્રધાનમંત્રી 'શ્રમ યોગી માનધન યોજના'ની જાહેરાત કરી છે. તેના હેઠળ શ્રમિકોને 60 વર્ષની ઉંમર બાદ 3,000 રૂપિયા માસિક પેંશન આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે 29 વર્ષથી ઓછી ઉંમરના મજૂરો તથા શ્રમિકોને 55 રૂપિયા અને 29 વર્ષથી વધુ હોય તો માસિક 100 રૂપિયાનું યોગદાન કરવું પડશે. આ સાથે જ 100 રૂપિયાની રકમ સરકાર તરફથી આપવામાં આવશે. તેનાથી 10 કરોડ શ્રમિકોને ફાયદો મળશે. આ યોજનામાં ઓટોરિક્શા ડ્રાઇવર જેવા બિનસંગઠિત ક્ષેત્રના તે બધા કર્મીઓને લાભ મળશે જેમની આવક 15,000 રૂપિયા દર મહિને છે. 

ખેડૂતોને 6000 હજાર રૂપિયા વાર્ષિક પેંશન મળશે
નાણા મંત્રી પિયૂષ ગોયલે વડાપ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ નામથી એક નવી યોજના હેઠળ નાના ખેડૂતોને ત્રણ હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયાની કેશ મદદ આપવાની જાહેરાત કરી. આ યોજનાથી સરકારી ખજાના પર વાર્ષિક 75,000 કરોડ રૂપિયાનો વાર્ષિક બોજો પડશે. આ મદદ બે હેક્ટરથી ઓછી જમીનવાળા ખેડૂતોને ઉપલબ્ધ થશે. 

વ્યાજની આવક પર ટીડીએસની સીમા વધારીને 40 હજાર રૂપિયા
નાણા મંત્રી પિયૂષ ગોયલે શુક્રવારે વ્યાજથી થનાર આવક પર સ્ત્રોત પર ટેક્સની કપાત (ટીડીએસ)ની સીમા વાર્ષિક 10 હજાર રૂપિયા વધારીને 40 હજાર રૂપિયા સુધી કરવાનો પ્રસ્તાવ આપ્યો. તેમણે 2019-20નું બજેટ લોકસભામાં રજૂ કરતાં કહ્યું કે તેનાથી તે વરિષ્ઠ લોકો તથા નાના જમાકર્તાઓને ફાયદો થશે જે બેંકો તથા પોસ્ટ ઓફિસમાં જમારાશિના વ્યાજ પર નિર્ભર છે. અત્યાર સુધી જમાકર્તા 10 હજાર રૂપિયા પ્રતિ વર્સ સુધી વ્યાજની આવક પર ટેક્સનું રિફંડ માંગી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news