Gold Price: પાછલા સપ્તાહે સોના અને ચાંદીની કિંમતમાં આવી તેજી, જાણો શું છે કિંમત

સોનાની કિંમતોમાં પાછલા સપ્તાહે તેજી જોવા મળી છે. પાછલા સપ્તાહે પ્રથમ કારોબારી દિવસ સોમવાર 15 માર્ચે એમસીએક્સ પર પાંચ એપ્રિલ, 2021 વાયદા સોનાની કિંમત 44,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલી હતી.

Gold Price: પાછલા સપ્તાહે સોના અને ચાંદીની કિંમતમાં આવી તેજી, જાણો શું છે કિંમત

નવી દિલ્હીઃ પાછલા સપ્તાહે છેલ્લા કારોબારી દિવસ શુક્રવારના 5 એપ્રિલ, 2021 વાયદા સોનાનો ભાવ એમસીએક્સ એક્સચેન્જ પર 70 રૂપિયાની તેજીની સાથે 45021 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. આ સિવાય ચાર જૂન, 2021ના સોનાની વાયદા કિંમત પાછલા સપ્તાહના અંતિમ કારોબારી દિવસે એમસીએક્સ પર 15 રૂપિયાની તેજીની સાથે 45324 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. વૈશ્વિક સ્તર પર પણ સોનાની કિંમત પાછલા સપ્તાહે વધારા સાથે બંધ થઈ હતી. આવો જાણીએ પાછલા સપ્તાહે સોનાની કિંમતોમાં કેટલો ફેરફાર થયો છે. 

પાછલા સપ્તાહે સોનામાં આવી તેજી
સોનાની કિંમતોમાં પાછલા સપ્તાહે તેજી જોવા મળી છે. પાછલા સપ્તાહે પ્રથમ કારોબારી દિવસ સોમવાર 15 માર્ચે એમસીએક્સ પર પાંચ એપ્રિલ, 2021 વાયદા સોનાની કિંમત 44,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલી હતી. તો તેના પાછલા સત્રમાં સોનાની કિંમત 44750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. આ રીતે સોનાના ભાવમાં પાછલા સપ્તાહે 271 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી આવી છે. 

પાછલા સપ્તાહે ચાંદીમાં આવી તેજી
પાછલા સપ્તાહે ચાંદીની કિંમતોમાં પણ વધારો નોંધાયો હતો. પાછલા સપ્તાહે છેલ્લા કારોબારી દિવસ શુક્રવાર પાંચ મે, 2021 વાયદા ચાંદીની કિંમત એમસીએક્સ પર 220 રૂપિયાના ઘટાડા સાથે 67,527 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ. આ ચાંદીની કિંમત પાછલા સપ્તાહના અંતિમ કારોબારી દિવસ સોમવાર, 15 માર્ચે એમસીએક્સ પર 67,226 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલી હતી. તેનાથી પાછલા સત્રમાં તે  66,844 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આ રીતે ચાંદીના ભાવમાં પાછલા સપ્તાહે 683 રૂપિયા પ્રતિ કિલોગ્રામની તેજી આવી છે. 

વૈશ્વિક બજારમાં સોનું
પાછલા સપ્તાહે છેલ્લા કારોબારી દિવસ વૈશ્વિક સ્તર પર સોનાની વાયદા અને હાજર બન્ને કિંમતો વધારા સાથે બંધ થઈ હતી. બ્લૂમબર્ગ અનુસાર, શુક્રવારે સોનાનો વૈશ્વિક વાયદા ભાવ કોમેક્સ પર 0.54 ટકા એટલે કે 9.30 ડોલરના વધારા સાથે 1,743.90 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો. આ સિવાય સોનાનો વૈશ્વિક હાજર ભાવ શુક્રવારે 0.51 ટકા એટલે કે 8.81 ડોલરની તેજી સાથે 1,745.23 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો હતો. 

વૈશ્વિક બજારમાં ચાંદી
પાછલા સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે વૈશ્વિક બજારમાં ચાંદીની વાયદા કિંમતમાં ઘટાડો અને હાજર કિંમતમાં વધારો થયો હતો. બ્લૂમબર્ગ અનુસાર શુક્રવારે કોમેક્સ પર મે, 2021 વાયદા ચાંદીની કિંમત 0.03 ડોલરના ઘટાડા સાથે 26.32 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થઈ. આ સિવાય ચાંદીનો વૈશ્વિક ભાવ 0.17 ડોલરના વધારા સાથે 26.25 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news