અમદાવાદના બોડકદેવમાં કોરોના બ્લાસ્ટ, ખાનગી કંપનીના એકસાથે 110 કર્મચારી પોઝિટિવ

અમદાવાદના બોડકદેવમાં કોરોના બ્લાસ્ટ, ખાનગી કંપનીના એકસાથે 110 કર્મચારી પોઝિટિવ  
 

અમદાવાદના બોડકદેવમાં કોરોના બ્લાસ્ટ, ખાનગી કંપનીના એકસાથે 110 કર્મચારી પોઝિટિવ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાતમાં જ્યારે કોરોનાની એન્ટ્રી થઈ ત્યારે તેમાં સૌથી આગળ અમદાવાદ હતું. એપ્રિલ મહિના બાદ અમદાવાદમાં બિલાડીના ટોપની જેમ કોરોનાના કેસ સામે આવતા. જોકે, અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કોરોનાનો બ્લાસ્ટ થયો છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી એક ખાનગી કન્સ્ટ્રક્શન કંપનીના એકસાથે 110 શ્રમિકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. એક જ સ્થળે આટલી મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ આવ્યાનો અમદાવાદનો આ પ્રથમ કિસ્સો છે. 

‘અમારો બાથરૂમનો વીડિયો વાયરલ કરે છે, આમને ભગવાનની શુ પડી છે...?’ સાંખ્યયોગી બહેનોનો આક્ષેપ

અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં આવેલ PSP ખાનગી કન્સ્ટ્રકશન કંપનીમાં કોરોના બ્લાસ્ટ થયો છે. PSP ખાનગી કન્સ્ટ્રકશન કંપનીના 110 જેટલા શ્રમિકો કોરોનાગ્રસ્ત હોવાનું ખૂલ્યું છે. ગુજરાત યુનિવર્સિટી મેદાન પાછળ મોટી સંખ્યામાં રહેતા તમામ શ્રમિકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બે દિવસમાં 110 શ્રમિકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા amc તંત્રમાં દોડધામ વધી ગઈ છે. લોકડાઉન સમયે આજ કંપનીના શ્રમિકોએ પથ્થરમારો કર્યો હતો. હાલ તમામ દર્દીઓને સમરસ હોસ્ટેલમાં સારવાર માટે ખસેડાયા છે. 

તો બીજી તરફ, અમદાવાદમાં કોરોનાના 6 કેસ સામે આવતા amc દ્વારા વિરાટનગરનું નેશનલ હેન્ડલુમ સેન્ટર સીલ કરવામાં આવ્યું છે. આ પહેલા પણ એએમસી દ્વારા અમદાવાદ સેન્ટ્રલ મોલ, અમદાવાદ વન મોલ સીલ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 173 કેસ સામે આવ્યા છે. તો ગઈકાલે Amc માઈક્રો કન્ટાઇનમેન્ટની નવી યાદી મોડી રાત્રે જાહેર કરી હતી. જેમાં શહેરમાં માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં નજીવો વધારો થયો છે. વધુ 27 વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટની યાદીમાં મૂકાયા છે. અગાઉના 19 વિસ્તાર રદ્દ કરવામાં આવ્યા છે. આમ, શહેરમાં માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારોની સંખ્યા 390 પર પહોંચી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news