કાર કરતા પણ વધુ વેચાઈ રહ્યાં છે ટ્રેક્ટર, ગામડાઓમાં જાગ્યું કંપનીઓનું નસીબ

જ્યાં એક તરફ જૂન મહિનામાં કાર તેમજ બે પૈડાવાળા વેચાણમાં ઘટાડો થયો છે. તો બીજી તરફ દેશમાં ગ્રામીણ વિસ્તારોએ કંપની માટે નવી આશા જગાવી છે. કારણ છે, ટ્રેક્ટરના વેચાણમાં વધારો થવો, જેના કારણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એસ્કોર્ટસને સૌથી વધુ ફાયદો થયો છે. 

Updated By: Jul 2, 2020, 09:26 AM IST
કાર કરતા પણ વધુ વેચાઈ રહ્યાં છે ટ્રેક્ટર, ગામડાઓમાં જાગ્યું કંપનીઓનું નસીબ

ઝી મીડિયા/બ્યૂરો :જ્યાં એક તરફ જૂન મહિનામાં કાર તેમજ બે પૈડાવાળા ગાડીઓના વેચાણમાં ઘટાડો થયો છે. તો બીજી તરફ દેશમાં ગ્રામીણ વિસ્તારોએ કંપની માટે નવી આશા જગાવી છે. કારણ છે, ટ્રેક્ટરના વેચાણમાં વધારો થવો, જેના કારણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એસ્કોર્ટસને સૌથી વધુ ફાયદો થયો છે. 

સુરત : કોરોના કેસમાં વિસ્ફોટ થવાની શરૂઆત, તાબડતોબ 1000 સ્ટાફની વ્યવસ્થા કરાઈ 

આટલું થયું ટ્રેક્ટરનું વેચાણ
કૃષિ ઉપકરણ અને એન્જિનિયરિંગ ક્ષેત્રની કંપની એસ્કોર્ટસ લિમિટેડે ટ્રેક્ટરનું કુલ વેચાણ જૂનમાં 21.1 ટકા વધીને 10851 એકમ થઈ ગયું. એસ્કોર્ટસે શેર માર્કેટમાં જણાવ્યું કે, ગત વર્ષે તેને આ મહિનામાં 8960 એકમ વેચ્યા હતા. કંપનીએ જણાવ્યું કે, સમીક્ષાધીન મહિના દરમિયાન ઘરેલુ ટ્રેક્ટરનું વેચાણ 10623 રહ્યું. જ્યારે કે એક વર્ષ પહેલા જ આ જ સમયગાળા દરમિયાન આ આંકડો 8648 હતું. જોકે, જૂનમાં વેચાણ 26.9 ટકાથી ઘટીને 228 થયું હતું. 

Priyanka Chopraનો ખુલાસો, હોલિવુડમાં જતા પહેલા ગુમાવવું પડ્યું હતું ‘આ’ 

એમજી મોટર્સે વેચ્યા આટલા ટ્રેક્ટર્સ
એમજી મોટર્સે જણાવ્યું કે, જૂનમાં તેણે 2012 એકમનું વેચાણ કર્યું હતું. કંપનીના સેલ્સ ડાયરેક્ટર રાકેશ સિદાનાએ જણાવ્યું કે, ગત વર્ષે મે મહિનાની સરખામણીમાં વેચાણ સારું રહ્યું છે. પરંતુ અનેક કારણોથી લોજિસ્ટીકમાં તકલીફો આવી રહી છે. કંપની આ બાધાઓને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે અને આ મહિને હેક્ટર પ્લસ રજૂ કરશે. 

12 ટકા વધ્યુ મહિન્દ્રાનું વેચાણ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ટ્રેક્ટરે પણ વેચાણમાં સફળતા મેળવી છે. મહિન્દ્રાએ જૂન મહિનામાં ટ્રેક્ટરના વેચાણમાં 12 ટકાનો વધારો કર્યો છે. મહિન્દ્રાના મેનેજિંગ ડાયરેક્ટર પવન ગોયંકાએ ટ્વિટ કરીને કહ્યું કે, ગત મહિને મેં કહ્યું હતું કે, ભારત ઈન્ડિયાને આગળ વધારી શકે છે. જૂનમાં ટ્રેક્ટરનું વેચાણ ગત વર્ષની સરખામણીમાં 12 ટકાથી વધુ રહ્યું. આ જૂનમાં બીજી વાર સૌથી વધુ વેચાણ થયું છે. ગ્રામીણ ભારતમાં ઓટોમોબાઈલની માંગ શહેરી વિસ્તારોની સરખામણીમાં તેજીથી વધી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર