Michael Jackson એ કરી હતી મહામારીના રૂપમાં Coronavirus વાયરસની ભવિષ્યવાણી
જાણિતા દિવંગત પોપ સ્ટાર માઇકલ જેક્સન (Michael Jackson)એ કોરોના વાયરસ (coronavirus) જેવી વૈશ્વિક મહામારીની ભવિષ્યવાણી કરી હતી અને એટલા માટે જ મજાક ઉડાવવામાં આવતી હોવાછતાં તે પોતાના ચહેરા પર માસ્ક પહેરી રાખતા હતા. તેમના એક પૂર્વ અંગરક્ષકએ આ વાતનો દાવો કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: જાણિતા દિવંગત પોપ સ્ટાર માઇકલ જેક્સન (Michael Jackson)એ કોરોના વાયરસ (coronavirus) જેવી વૈશ્વિક મહામારીની ભવિષ્યવાણી કરી હતી અને એટલા માટે જ મજાક ઉડાવવામાં આવતી હોવાછતાં તે પોતાના ચહેરા પર માસ્ક પહેરી રાખતા હતા. તેમના એક પૂર્વ અંગરક્ષકએ આ વાતનો દાવો કર્યો છે. ધ સન ડોટ કોમના અહેવાલ અનુસાર દુનિયાભરમાં COVID-19 ની આ સ્થિતિને જોતાં મેટ ફિડેસે આ વિશે વાત કરી છે કે જેમણે દાયકાઓ સુધી જેક્સન માટે કામ કર્યું છે.
મેટે કહ્યું કે ''તે (માઇકલ જેક્સન) જાણતા હતા કે પ્રાકૃતિક આપદા હંમેશા રહે છે. તે એકદમ જાગૃત હતા અને હંમેશા એ વાતની ભવિષ્યવાણી કરતા હતા કે કોઇપણ સમયે આપણા બધા પર મુસિબત આવી શકે છે. કોઇ રોગાણુ જરૂર ફેલાઇ શકે છે.
મેટે આગળ કહેતાં જણાવ્યું કે ''તે ક્યારેક-ક્યારેક એક જ દિવસમાં ચાર દેશોની યાત્રા કરતા હતા. હવાઇ જહાજમાં ઘણા લોકો સાથે બેસીને મુસાફરી કરતા હતા.''
મેટે એ પણ કહ્યું કે તેમણે ઘણીવાર તેમને મજાકમાં ફેસમાસ્ક ન પહેરવા માટે કહ્યું કારણ કે તે માસ્ક પહેરી રાખતા હતા, ત્યારે મેટને તેમની સાથે ફોટો ખેંચાવવામાં શરમ આવતી હતી, તે ખૂબ અસહજ થતા હતા.
મેટે કહ્યું કે તેમની આ વાતો પર જેક્સને કહેતા હતા કે ''મેટ હું બિમાર પડી ન શકુ, હું મારા પ્રશંસકોને નિરાશ ન કરી શકું. મારા ઘણા બધા કાર્યક્રમો છે. મારું આ દુનિયામાં રહેવાનું કોઇ કારણ છે. હું મારા અવાજને નુકસાન પહોંચાડી ન શકું. મારે સ્વસ્થ્ય રહેવું પડશે. હું જાણુ છું કે આજે મારો સામનો કોઇ મુસિબતથી થવાનો છે, હું જાણતો નથી કે મારા પર શું ગુજરવાનું છે.''
આજે જો તે જીવિત હોત તો, આ સ્થિતિ પર લોકોને શું કહેતા? તેના જવાબમાં મેટે કહ્યું કે ''તે રડતા, કહેતા કે જ્યારે તે આ પ્રકારની વાત કરતા હતા, ત્યારે કોઇ તેને ગંભીરતાથી લેતું ન હતું અને લોકો તેમની મજાક ઉડાવતા હતા.'' વર્ષ 2009માં માઇકલ જેક્સનનું નિધન થયું હતું.
(ઇનપુટ IANS)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે