'Bigg Boss 13'માં સિદ્ધાર્થની જીતથી ઘમાસાણ, 'દબંગ' સલમાન ખાને લીધો મોટો નિર્ણય

બિગ બોસ 13 ની આ વખતની સિઝન પૂરી  થઈ ગઈ પરંતુ વિવાદ છોડતી ગઈ. આ મોસ્ટ કન્ટ્રવર્શિયલ શોની આગામી સિઝનને લઈને એક આશ્ચર્યજનક વાત સામે આવી રહી છે. છેલ્લી 8 સિઝનથી આ શો બોલિવૂડનો દબંગ સુપરસ્ટાર સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો હતો. પરંતુ હવે મેકર્સ એટલા નારાજ જોવા મળી રહ્યાં છે કે આ શોને છોડવાનું વિચારી રહ્યાં છે. આ નિર્ણય પાછળનું અસલ કારણ શું છે તે તમને જણાવીએ. 

'Bigg Boss 13'માં સિદ્ધાર્થની જીતથી ઘમાસાણ, 'દબંગ' સલમાન ખાને લીધો મોટો નિર્ણય

નવી દિલ્હી: બિગ બોસ 13 ની આ વખતની સિઝન પૂરી  થઈ ગઈ પરંતુ વિવાદ છોડતી ગઈ. આ મોસ્ટ કન્ટ્રવર્શિયલ શોની આગામી સિઝનને લઈને એક આશ્ચર્યજનક વાત સામે આવી રહી છે. છેલ્લી 8 સિઝનથી આ શો બોલિવૂડનો દબંગ સુપરસ્ટાર સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો હતો. પરંતુ હવે મેકર્સ એટલા નારાજ જોવા મળી રહ્યાં છે કે આ શોને છોડવાનું વિચારી રહ્યાં છે. આ નિર્ણય પાછળનું અસલ કારણ શું છે તે તમને જણાવીએ. 

આ સિઝન એટલે કે બિગ બોસ 13નો ખિતાબ ટીવીના જાણીતા કલાકાર સિદ્ધાર્થ શુક્લાએ પોતાના નામે કર્યો. પરંતુ તે જીતતા જ વિજેતાને લઈને રિયલઅને સોશિયલ મીડિયાની દુનિયામાં વિવાદનો સિલસિલો ચાલુ થઈ ગયો હતો. હવે એવું પણ જાણવા મળી રહ્યું છે કે સલમાન ખાને પણ આ શોમાંથી પોતાના હાથ પાછા ખેંચી લીધા છે. 

અમારી સહયોગી વેબસાઈટ બોલિવૂડ લાઈફ ડોટ કોમમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ સતત આ ટીવી શો પર આરોપ લાગી રહ્યાં છે કે તેઓ સિદ્ધાર્થ શુક્લાને લઈને  બાયસ્ડ છે. હવે એવા પણ અહેવાલ આવી રહ્યાં છે કે જેનાથી બિગ બોસના ચાહકોને મોટો ઝટકો લાગી શકે છે. કલર્સના પક્ષપાતી વલણને જોતા બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પણ ખુબ નારાજ છે. જેના કારણે તેણે નક્કી કર્યું છે કે બિગ બોસ 14ને તેઓ હવે હોસ્ટ કરશે નહીં. 

જુઓ LIVE TV

જો કે સલમાન ખાન માટે આ કઈ નવું નથી. આ અગાઉ પણ અનેકવાર સલમાન ખાને શો છોડી દેશે તેમ કહ્યું હતું. બિગ બોસ 13માં પણ અધવચ્ચે જ ખબર આવ્યાં હતાં કે તબિયત સારી ન હોવાના કારણે સલમાન ખાન શો છોડી શકે છે. પરંતુ એવું બન્યું નહીં. હવે એ જોવાનું રહેશે કે નેક્સ્ટ સિઝનમાં સલમાન ખાન જોવા મળશે કે પછી શો છોડી દેશે. સમય જ જણાવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news