પાકિસ્તાનમાં જઈને બેસ્યા ભારતના વિવાદિત નેતા અને અભિનેતા...

ભારતીય ફિલ્મ એક્ટર અને પૂર્વ સાંસદ શત્રુઘ્ન સિન્હા(Shatrughan Sinha) એ પાકિસ્તાનના લાહૌરમાં એક લગ્ન સમારોહમાં ભાગ લીધો હતો. પાકિસ્તાની (Pakistan) મીડિયાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, તેઓ એક લગ્ન સમારોહમાં આવેલા લોકો તે સમયે ચોંકી ગયા હતા, જ્યારે તેઓએ શત્રુઘ્ન સિન્હાને પોતાની વચ્ચે જોયા હતા. બંને દેશોની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે સિન્હાની હાજરીથી તેઓને સુખદ આશ્ચર્ય થયું.

Updated By: Feb 21, 2020, 10:49 AM IST
પાકિસ્તાનમાં જઈને બેસ્યા ભારતના વિવાદિત નેતા અને અભિનેતા...

ઝી મીડિયા/બ્યૂરો :ભારતીય ફિલ્મ એક્ટર અને પૂર્વ સાંસદ શત્રુઘ્ન સિન્હા(Shatrughan Sinha) એ પાકિસ્તાનના લાહૌરમાં એક લગ્ન સમારોહમાં ભાગ લીધો હતો. પાકિસ્તાની (Pakistan) મીડિયાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, તેઓ એક લગ્ન સમારોહમાં આવેલા લોકો તે સમયે ચોંકી ગયા હતા, જ્યારે તેઓએ શત્રુઘ્ન સિન્હાને પોતાની વચ્ચે જોયા હતા. બંને દેશોની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે સિન્હાની હાજરીથી તેઓને સુખદ આશ્ચર્ય થયું.

ભૂજ બાદ સુરતમાં બન્યો મહિલાઓના કપડા ઉતારવાનો ચોંકાવનારો બનાવ

સમારોહમાં શત્રુઘ્ન સિન્હા પાકિસ્તાની એક્ટ્રેસ રીમા ખાનની સાથે જોવા મળ્યા હતા. આ બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોપ્યુલર થયો છે. આ વીડિયોમાં એક પાકિસ્તાની વેબસાઈટ અલપાક ડ્રામા ઓફિશયલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે, દિગ્ગજ બોલિવુડ અભિનેતા તેમજ રાજનેતા શત્રુઘ્ન સિન્હા લાહોરમાં એક લગ્ન સમારોહમાં જોવા મળ્યા હતા. ફિલ્મ સ્ટાર રીમા ખાન પણ તેમની સાથે હાજર હતી.

મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે, શત્રુધ્ન સિન્હા પાકિસ્તાની વેપારી અસદ અહસનના દીકરાના લગ્નમાં હાજરી આપવા માટે લાહોર પહોંચ્યા હતા. લગ્ન સમારોહમાં કવ્વાલી કાર્યક્રમમાં તેઓની હાજરી જોવા મળી હતી.

રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે, તેઓ બે દિવસ માટે પાકિસ્તાન આવ્યા છે અને અહીં તેઓ કેટલાક રાજનેતાઓ સાથે પણ મુલાકાત કરી શકે છે. તો હવે લગ્નનો વીડિયો સામે આવ્યા બાદ ભારતમાંથી અનેક લોકો શત્રુધ્ન સિન્હાને ટ્રોલ કરી રહ્યાં છે. કોઈએ તેઓને દેશદ્રોહી ગણાવ્યા, તો કોઈએ ગંદી રાજનીતિ કરનારા બતાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...