ત્રણ ફિલ્મઃ 'ધ ઝોયા ફેક્ટર', 'પલ પલ દિલ કે પાસ' કે 'પ્રસ્થાનમ'...પહેલા કઈ ફિલ્મ જોશો?
આજે શુક્રવારે એક સાથે ત્રણ બિગ બજેટની ફિલ્મો રીલીઝ થઈ છે. ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ' સાથે દેઓલ પરિવારનો વારસદાર અને સની દેઓલનો પુત્ર કરણ દેઓલ રૂપેરી પડદે પદાર્પણ કરી રહ્યો છે. 'ધ ઝોયા ફેક્ટર' સાથે સોનમ કપૂર લાંબા સમય બાદ સ્ક્રીન પર જોવા મળી રહી છે. સંજય દત્તની 'પ્રસ્થાનમ'માં સંજય-જેકીની જોડી 19 વર્ષ બાદ રૂપેરી પડદે સાથે આવી રહી છે. ફિલ્મી પ્રશંસકો આ ત્રણેય ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. હવે, આ ત્રણેય ફિલ્મો જ્યારે એકસાથે રિલીઝ થઈ છે ત્યારે લોકોમાં એક મુંઝવણ છે કે કઈ ફિલ્મ સૌથી પહેલા જોવી?
Trending Photos
નવી દિલ્હીઃ આજે શુક્રવારે એક સાથે ત્રણ બિગ બજેટની(Big Budget) ફિલ્મો રીલીઝ થઈ છે. ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'(Pal Pal Dil ke Paas) સાથે દેઓલ પરિવારનો વારસદાર અને સની દેઓલનો પુત્ર કરણ દેઓલ(Karan Deol) રૂપેરી પડદે પદાર્પણ કરી રહ્યો છે. 'ધ ઝોયા ફેક્ટર'(The Zoya Factor) સાથે સોનમ કપૂર(Sonam Kapoor) લાંબા સમય બાદ સ્ક્રીન પર જોવા મળી રહી છે. સંજય દત્ત(Sanjay Dutt)ની 'પ્રસ્થાનમ'માં(Prasthanam) સંજય-જેકીની જોડી 19 વર્ષ બાદ રૂપેરી પડદે સાથે આવી રહી છે. ફિલ્મી પ્રશંસકો આ ત્રણેય ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. હવે, આ ત્રણેય ફિલ્મો જ્યારે એકસાથે રિલીઝ થઈ છે ત્યારે લોકોમાં એક મુંઝવણ છે કે કઈ ફિલ્મ સૌથી પહેલા જોવી?
સૌથી પહેલા વાત કરીએ ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'ની. આ ફિલ્મ સની દેઓલના સુપુત્ર કરણ દેઓલની ડેબ્યુ ફિલ્મ છે. યુવાનોની લવસ્ટોરી હોવાના કારણે યુથ વચ્ચે આ ફિલ્મ અંગે ઘણી ચર્ચા છે. આ ફિલ્મનું દિગ્દર્શન ખુદ સની દેઓલે કર્યું છે. ફિલ્મમાં કરણ દેઓલની સાથે જ સહર બાંબાની પણ બોલિવૂડમાં એન્ટ્રી થઈ રહી છે. 'પલ પલ દિલ કે પાસ'માં રોમાન્સની સાથે જ એડવેન્ચર અને એક્શનનો ડોઝ પણ સામેલ કરાયેલો છે. ફિલ્મની સ્ટોરી સારી છે અને લોકેશન્સ તદ્દન નવા છે, જે તમારું દિલ જીતી લેશે. આથી તમારી પ્રથમ પસંદ 'પલ પલ દિલ કે પાસ' હોઈ શકે છે.
ધ ઝોયા ફેક્ટર બની શકે સેકન્ડ ચોઈસ
સોનમ કપૂરની મુખ્ય ભૂમિકાવાળી 'ધ ઝોયા ફેક્ટર' ક્રિકેટ અને પ્રેમ વચ્ચે અંધવિશ્વાસની સ્ટોરી છે, જે તમને ખુબ જ સારું મનોરંજન પુરું પાડી શકે છે. આ ફિલ્મને તમે તમારી બીજી પસંદ બનાવી શકો છો.
સંજય દત્તની 'પ્રસ્થાનમ'
સંજય દત્તની ફિલ્મ 'પ્રસ્થાનમ'નું દિગ્દર્શન દેવ કટ્ટાએ કર્યું છે અને ફિલ્મની નિર્માતા સંજય દત્તનાં પત્ની માન્યતા દત્ત(Manyata Dutt) છે. ફિલ્મમાં સંજય દત્ત ઉપરાંત મનીષા કોઈરાલા, જેકી શ્રોફ, ચંકી પાંડે, અલી ફઝલ, અમાયરા દસ્તુ જેવા મોટા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. એક જ પરિવારના ઉથલ-પાથલ રાજકીય જીવનની સ્ટોરી છે. તેલુગુ ફિલ્મ 'પ્રસ્થાનમ'ની હિન્દી રિમેક એવી આ ફિલ્મનો પ્રથમ ભાગ તમામ પાત્રોના પરિચયમાં જ નિકળી જાય છે. બીજા હાફમાં ટ્વિસ્ટના કારણે ફિલ્મ તમને ખેંચી રાખે છે.
જુઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે