જામનગરમાં આફ ફાટ્યું, કાલાવડમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો: રાજ્યના 210 તાલુકામાં વરસાદ
રાજ્યમાં સવારથી રાતના 8 વાગ્યા સુધીમાં 210 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરના કાલાવડમાં આભ ફાટ્યું છે. સમગ્ર દિવસ દરમિયાન જામનગરના કાલાવડમાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે કાલાવડમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો બીજી તરફ જામનગરના ધ્રોલ ખાતે 7 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
Trending Photos
હિતલ પારેખ/મુસ્તાક દલ, ગાંધીનગર/જામનગર: રાજ્યમાં સવારથી રાતના 8 વાગ્યા સુધીમાં 210 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરના કાલાવડમાં આભ ફાટ્યું છે. સમગ્ર દિવસ દરમિયાન જામનગરના કાલાવડમાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે કાલાવડમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો બીજી તરફ જામનગરના ધ્રોલ ખાતે 7 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજકોટના પડધરીમાં પણ 7 ઇંચ વરસાદ પડ્યો છે. કચ્છના ભચાઉમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 9 તાલુકામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 11 તાલુકામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના 21 તાલુકામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 66 તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
જામનગરથી કાલાવડ વચ્ચેના વાહન વ્યવહારને ભારે વરસાથી અસર પડી રહી છે. કાલાવડ નજીક હરિપારના બેઠા પુલ પરથી ધરમસતા પાણીનો પ્રવાહ વહેતું થતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે. ઉપરવાસના વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું છે. ભારે વરસાદથી હરીપર પાસેની નદી ગાંડીતુર બની છે. ભારે વરસાદથી જામનગરના જળાશયો છલકાયા છે. મોટાભાગના જળાશયોમાં નવા નીરની ભારે આવક થઈ છે.
જામજોધપુરનો સોગઠી ડેમ ઓવર ફ્લો થયો છે. ત્યારે સીદસર ઉમિયાસાગર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. કાલાવડ તાલુકાનો ફુલઝર ડેમ 100 ટકા ભરાઇ ગયો છે. જામજોધપુરનો ફોદળો ડેમ 100 અને વોડીસંગ ડેમ 70 ટકા ભરાઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે