સુરત જિલ્લામાં આજે રેકોર્ડ 239 કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 5719, મૃત્યુઆંક 209

સુરતમાં આજે કુલ ત્રણ લોકોના મોત થયા છે. જેમાં બે મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે. કતારગામ, વરાછા અને ઉધના ઝોનમાં એક-એક મૃત્યુ થયા છે. આ સાથે જિલ્લામાં કુલ મૃત્યુઆંક 209 પર પહોંચી ગયો છે. 
 
 સુરત જિલ્લામાં આજે રેકોર્ડ 239 કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 5719, મૃત્યુઆંક 209

ચેતન પટેલ/સુરતઃ સુરત જિલ્લામાં આજે કોરોના વાયરસ (Corona virus)ના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. આજે જિલ્લામાં કુલ 239 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાં 191 અને ગ્રામ્યના 48 કેસનો સમાવેશ થાય છે. આ સાથે સુરત શહેરમાં અત્યાર સુધી 5084 અને ગ્રામ્યમાં 635 કેસ નોંધાયા છે. જિલ્લામાં સંક્રમિતોનો કુલ આંકડો 5719 પર પહોંચી ગયો છે. 

સુરતમાં આજે કુલ ત્રણ લોકોના મોત થયા છે. જેમાં બે મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે. કતારગામ, વરાછા અને ઉધના ઝોનમાં એક-એક મૃત્યુ થયા છે. આ સાથે જિલ્લામાં કુલ મૃત્યુઆંક 209 પર પહોંચી ગયો છે. 

ગૃહ વિભાગનો નિર્ણય, હવે પોલીસ કોન્સ્ટેબલ પણ કરી શકશે કેસની તપાસ  

આજ રોજ કતારગામ ઝોનમાં 47, વરાછા ઝોન-એમાં 24 વરાછા ઝોન બી 41, રાંદેરમાં 19, સેન્ટ્રલ ઝોનમાં 19, ઉધના ઝોનમાં 11 સહિત અઠવામાં 17 અને લીંબાયતમાં 13 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 
સુરત સહિત જિલ્લામાં આજ રોજ 144  દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ અત્યાર સુધી કુલ 3548 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news