10 રૂપિયા પડી ગયાનું કહી બેંકમાં રૂપિયા ભરવા આવેલી ગાડીમાંથી 20 લાખની ચોરી

સુરત પોલીસ(Surat police)નો ખોફ જાણે કે ગુનેગારોને રહ્યો નહીં તેવો માહોલ છેલ્લા કેટલાક સમયથી બની રહ્યો છે, સતત ક્રાઈમ(Crime)ની ઘટનાઓ બની રહી છે. ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવી રહેલી પોલીસના નાક નીચેથી 2O લાખની ચીલઝડપ(robbery)ની ઘટના બની છે.

Updated By: Sep 17, 2019, 06:03 PM IST
10 રૂપિયા પડી ગયાનું કહી બેંકમાં રૂપિયા ભરવા આવેલી ગાડીમાંથી 20 લાખની ચોરી

તેજશ મોદી/સુરત: સુરત પોલીસ(Surat police)નો ખોફ જાણે કે ગુનેગારોને રહ્યો નહીં તેવો માહોલ છેલ્લા કેટલાક સમયથી બની રહ્યો છે, સતત ક્રાઈમ(Crime)ની ઘટનાઓ બની રહી છે. ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવી રહેલી પોલીસના નાક નીચેથી 2O લાખની ચીલઝડપ(robbery)ની ઘટના બની છે. જેમાં એસબીઆઇ બેંક(SBI Bank)માં રૂપિયા જમાં કરવા આવેલી ગાડીના ગનમેને એક ઇમસે કહ્યું કે તમારા 10 રૂપિયા પડી ગયા છે અને અજાણ્યો ઇસમ 20 લાખની બેગ લઇને ફરાર થઇ ગયો હતો. 

સમગ્ર ઘટનાની મળતી માહિતી અનુસાર સુરતના ઉધના સિલિકોન શોપર કોમ્પલેક્સમાં આવેલી રેડિયન્ટ કંપની વિવિધ બેંકોમાંથી રૂપિયા લાવવા લઈ જવાનું કામ કરે છે. મંગળવારે બપોરેના સમયે કંપનીની એક ગાડી લઈને ડ્રાઈવર સુભાષ અને ગનમેન રમેશસીંગ ચોકબજાર ખાતે આવેલી એસબીઆઈ બેકમાં રૂપિયા જમા કરવવા ગયા હતા. ડ્રાઈવર 42 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને બેંકમાં જમા કરવવા ગયો હતો. અને ગનમેન ગાડીમાં બેઠો હતો. આ સમયે રિક્ષામાં અજાણ્યા ચાર જેટલા ઈસમો આવ્યા હતા. અજાણ્યા ઈસમોએ ગમનેમને કહ્યું હતું કે, તારા 10 રૂપિયા પડી ગયા છે. જેથી ગનમેન ગાડીમાંથી ઉતરી 10 રૂપિયા લેવા જતા અજાણ્યા ચપળતાથી ગાડીમાંથી 20 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને રિક્ષામાં ફરાર થઈ જાય છે.

સાણંદ: પ્રિન્સિપાલ દ્વારા ત્રાસ આપતા 16 મહિલા શિક્ષિકાઓએ કર્યો કામનો બહિષ્કાર

ગનમેનને બેગની ઉઠાંતરી થઈ હોવાની જાણ થાય છે. દરમિયાન ડ્રાઈવર પણ આવી જાય છે. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. 20 લાખની ચીલઝડપ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિત ક્રાઈમ બ્રાન્ચ, એફએસએલ, ડોગ સ્કવોર્ડની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. પોલીસને તપાસ કરતા બેંકના સીસીટીવીમાં ઘટના કેદ થઈ ગઈ છે.

ગાંધીનગર રાજભવન ખાતે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થઇ મહત્વની બેઠક

પોલીસને લૂંટારૂ જે રિક્ષામાં આવ્યા હતા તે રિક્ષાનો નંબર મળી જતા સીસીટીવી અને રિક્ષાના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે ચોકાવનારી વાત એ છે કે, ચોક બજાર ખાતે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ આવેલી છે. જેનાથી અંદાજે 200 મીટરના અંતરે જ એસબીઆઈ બેંકની ચોકબજારની શાખા આવેલી છે. તો અઠવાલાઇન્સ પોલીસ પણ અંદાજે 100 મીટર દુર આવ્યું છે. બીજી તરફ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતમાં આવવાના હોવાથી મોટાભાગની પોલીસે બંદોબસ્તમાં હતી.

જુઓ LIVE TV :