જાતીય સતામણી રોકવા સૌરાષ્ટ્ર યુનિ.નો નિર્ણય, પ્રોફેસર્સના રૂમમાં લગાવાશે CCTV

વિદ્યાર્થીનીઓ સાથે પ્રોફેસરોની છેડતીની ઘટના બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીનીઓની જાતિય સત્તામણીને રોકવા યુનિવર્સિટીએ નિર્ણય કર્યો છે. હવેથી યુનિવર્સિટીના અધ્યાપકોની ચેમ્બરમાં CCTV કેમેરા મૂકવામાં આવશે. ભવનના વડા સીસીટીવીનું મોનિટરીંગ કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરો સામે સતત લાગેલા આરોપો બાદ યુનિવર્સિટીએ આ નિર્ણય લીધો છે.  

Updated By: Jul 26, 2020, 03:43 PM IST
જાતીય સતામણી રોકવા સૌરાષ્ટ્ર યુનિ.નો નિર્ણય, પ્રોફેસર્સના રૂમમાં લગાવાશે CCTV

ઝી મીડિયા/બ્યૂરો :વિદ્યાર્થીનીઓ સાથે પ્રોફેસરોની છેડતીની ઘટના બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીનીઓની જાતિય સત્તામણીને રોકવા યુનિવર્સિટીએ નિર્ણય કર્યો છે. હવેથી યુનિવર્સિટીના અધ્યાપકોની ચેમ્બરમાં CCTV કેમેરા મૂકવામાં આવશે. ભવનના વડા સીસીટીવીનું મોનિટરીંગ કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરો સામે સતત લાગેલા આરોપો બાદ યુનિવર્સિટીએ આ નિર્ણય લીધો છે.  

‘વિજય રૂપાણી મારા માસા છે’ કહીને રાજકોટમાં એક યુવકે યુવતીને બેફામ ગાળો ભાંડી 

છેલ્લા ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની સાથે જાતિય સતામણીના 4 કિસ્સા સામે આવ્યા છે. આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પ્રોફેસરોની ચેમ્બરમાં CCTV કેમેરા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીને જાતીય સતામણીનો મામલામાં યુનિવર્સિટી દ્વારા લેવામાં કડક પગલાં લેવામાં આવ્યા હતા. કુલપતિ દ્વારા પ્રોફેસર વિક્રમ વાંકાણી, ભગીરથસિંહ રાઠોડ અને ક્લાર્ક પૃથ્વીરાજસિંહ રાણાને તાત્કાલિક અસરથી છુટા કરવામાં આવ્યા હતા. 2 પ્રોફેસર અને 1 ક્લાર્ક શારીરિક શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા હતા. 2 પ્રોફેસરો અને 1 ક્લાર્ક વિદ્યાર્થીનીઓને જાતીય સતામણી કરે છે તેવી યુનિવર્સિટીને અરજી મળી હતી. 

સુરતમાં આવતી-જતી તમામ બસો સોમવારથી 10 દિવસ માટે બંધ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના M.P.Ed ભવનના પ્રો. ડો.વિક્રમ વંકાણી સામે વધુ એક વિદ્યાર્થિનીએ ઇ-મેલથી ફરિયાદ કરી હતી. ઉપલેટાની વિદ્યાર્થિનીના નામે કુલપતિને કરાયેલા ઇ-મેલમાં આક્ષેપ કર્યો હતો કે, હું ભૂતપૂર્વ વિદ્યાર્થિની છું અને 2018-19માં M.P.Edમાં અભ્યાસ કરતી હતી. આ દરમિયાન અમારા સાહેબ ડો.વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ રાઠોડ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હતો 

તો યુવતી છેડતી મુદ્દે મહિલા અયોગે પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માંગ્યો હતો. યુવતીઓ ફરિયાદ કરશે તો મહિલા આયોગ યુવતીઓ સાથે યુનિવર્સિટીમાં તપાસ કરશે તેવું જણાવ્યું હતું. રાજકોટમાં પ્રોફેસર દ્વારા યુવતીઓની છેડતી અને પરેશાન કરવા બાબતે ગુજરાત મહિલા અયોગ આક્રમક મૂડમાં આવી મહિલા અયોગે આ સમગ્ર પ્રકરણમાં તપાસ માટેના આદેશ આપ્યા હતા. આ અંગે મહિલા અયોગે રાજકોટ પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માંગ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર