‘વિજય રૂપાણી મારા માસા છે’ કહીને રાજકોટમાં એક યુવકે યુવતીને બેફામ ગાળો ભાંડી

રાજકોટમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક યુવતી સાથે જીભાજોડી કરવાના કેસમાં સીએમ રૂપાણીનું નામ આવ્યું છે. રાજકોટમાં એક યુવતીની સાઈકલને એક યુવકે ટક્કર મારી હતી. જેના બાદ યુવકે દબંગાઈ ઠોકતા કહ્યું કે, મુખ્યમંત્રી મારા માસા છે અને પોલીસ અધિકારીઓ મારા પિતાના મિત્ર છે. આમ, હાલ રાજકોટનો આ કિસ્સો ચર્ચાના ચગડોળે ચઢી છે. 
‘વિજય રૂપાણી મારા માસા છે’ કહીને રાજકોટમાં એક યુવકે યુવતીને બેફામ ગાળો ભાંડી

ઝી મીડિયા/બ્યૂરો :રાજકોટમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક યુવતી સાથે જીભાજોડી કરવાના કેસમાં સીએમ રૂપાણીનું નામ આવ્યું છે. રાજકોટમાં એક યુવતીની સાઈકલને એક યુવકે ટક્કર મારી હતી. જેના બાદ યુવકે દબંગાઈ ઠોકતા કહ્યું કે, મુખ્યમંત્રી મારા માસા છે અને પોલીસ અધિકારીઓ મારા પિતાના મિત્ર છે. આમ, હાલ રાજકોટનો આ કિસ્સો ચર્ચાના ચગડોળે ચઢી છે. 

કોરોનાના દર્દીઓને ઝડપી શોધવા સાથે કામ કરશે ઈઝરાયેલ-ભારત, ગણતરીમાં ટેસ્ટના પરિણામ મળશે 

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના નિર્મલા રોડ પર બનેલો આ કિસ્સો છે. રાજકોટમાં મુખ્યમંત્રી અને ઉચ્ચ પોલીસ અધિકારીનું નામ લઈને એક યુવતીને અપશબ્દો બોલતા યુવાનનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં યુવાન પોતાનું નામ પાર્થ જસાણી છે તેવું જણાવી રહ્યો છે. સાથે જ કહે છે કે, વિજય રૂપાણી મારા માસા છે. પોલીસમાં પણ ઓળખાણ હોવાનો દાવો કરી યુવકે યુવતીને અપશબ્દો કહ્યાં છે. યુવકને રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ તે રોકાતો નથી. બેફામ અપશબ્દો બોલતો યુવક એવું પણ કહે છે કે, મારી તો પોલીસમાં ઓળખાણ છે, તને તકલીફ પડી જશે. અને ડી.સી.પી. કક્ષાના પોલીસ અધિકારીઓ પણ પોતાના સગા હોવાનું તે વીડિયોમાં જણાવી રહ્યો છે. હાજર લોકોએ કારચાલકને શાંત પાડવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વધુ ઉશ્કેરાયો હતો અને યુવતીને માફી માગવા દબાણ કરતો હતો. 

વીડિયા વાયરલ થતા જ એક તરફ પોલીસ કમિશનરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તો બીજી તરફ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પણ આની ગંભીર નોંધ લેવાઈ હોવાની ચર્ચા થઈ રહી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પણ ઘટનાને ગંભીરતાથી લઇ વીડિયોમાં દેખાતા શખ્સની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ નિર્મલા રોડ પર રહેતા પાર્થ જસાણી નામના શખ્સને ઝડપી લીધો હતો. યુવતીને ધમકાવનાર પાર્થ જસાણી તબીબી વિદ્યાશાખામાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પોલીસ સ્ટેશનમાં લાવીને યુવકને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news