Exclusive માહિતી : ગુનાહિત ઈતિહાસ ધરાવે છે આગ લાગનાર ગોડાઉનનો માલિક બુટા ભરવાડ
Trending Photos
- હવે નારોલ પોલીસ બુટા ભવાનીના ગુનાહિત ઈતિહાસ વિશે વધુ તપાસ કરી રહી છે.
- આ સિવાય તેના અન્ય ગોડાઉન ક્યાં ક્યા છે અને ત્યા શુ કામ ચાલી રહ્યું છે તેની પણ તપાસ શરૂ કરી
ઉદય રંજન/અમદાવાદ :ગઈકાલે પિરાણા રોડ પર આવેલ નાનુકાકા એસ્ટેટના કેમિકલ ગોડાઉનમા બ્લાસ્ટ બાદ લાગેલી આગમાં 12 કામદારો જીવતા ભૂંજાયા (Ahmedabad fire) હતા. સમગ્ર ગુજરાત આ ઘટનાથી હચમચી ઉઠ્યું હતું. ત્યારે આજે ગોડાઉનના મૂળ માલિક બુટા ભરવાડ, જે કંપનીમાં આગ લાગી તે સાહિલ એનટરપ્રાઈઝના મલિક હિતેશ સુતરિયા અને પાસેના ગોડાઉનના મલિક અમિતની બ્લાસ્ટ અને આગમાં બેદરકારી સંબંધે પૂછપરછ શરૂ કરાઈ છે. ત્યારે ગોડાઉનના માલિક બુટા ભરવાડ વિશે ચોંકાવનારી માહિતી સામે આવી છે.
આ પણ વાંચો : ગુજરાતમા શાળા-કોલેજ ખૂલવા અંગે મોટા સમાચાર
જે કંપનીમાં આગ લાગી તેનો મૂળ માલિક બુટા ભરવાડ છે. ત્યારે ઝી 24 કલાક પાસે એક્સક્લુઝિવ માહિતી સામે આવી કે, ગોડાઉનનો માલિક બુટા ભરવાડ પહેલેથી જ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ અગાઉ આ ગોડાઉનના નજીકના ગોડાઉનમાંથી દારૂનો મોટો જથ્થો પકડાયો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બુટા ભરવાડના ગોડાઉનમાંથી અંદાજે 1000 પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2017 કરવામાં આવેલ દારૂના કેસમા બુટા ભરવાડ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ગોમતીપુરનો નામચીન હુસૈન નામનો બૂટલેગર પણ બુટા ભવાની સાથે પકડાયો હતો. ત્યારે હવે જે કંપનીમાં આગ લાગી છે, તેની મૂળ માલિકી પણ બુટા ભવાનીની છે. ત્યારે હવે નારોલ પોલીસ બુટા ભવાનીના ગુનાહિત ઈતિહાસ વિશે વધુ તપાસ કરી રહી છે. આ સિવાય તેના અન્ય ગોડાઉન ક્યાં ક્યા છે અને ત્યા શુ કામ ચાલી રહ્યું છે તેની પણ તપાસ શરૂ કરી છે.
હાલ જે ગોડાઉનમાં આગ લાગી છે તેમાં એનઓસી નથી, ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ વગેરે મામલે પૂછપરછ ચાલી રહી છે. ગઈકાલે સાહિલ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં કેમિકલ બ્લાસ્ટ થયો હતો, જેમાં હાઇડ્રોજન પેરોકસાઈડ અને ઇથેનોલ-મિથેનોલ જેવાં બેથી ત્રણ કેમિકલ વાપરી કેટાલિસ્ટ બનાવાતો હતો, જેમાં આ કેમિકલ વપરાતું હતું. FSLની એક ટીમ આજે સવારે ઘટનાસ્થળે પહોંચી છે અને કેમિકલ ફેકટરીમાં કઈ રીતે બ્લાસ્ટ થયો અને ક્યાં ક્યાં કેમિકલ હતા તે અંગે તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે