મોરબીમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે, રાયસંગપર ગામે પિતા-પુત્ર તણાયા

મોરબી જિલ્લાના રાયસંગપર ગામે પિતા પુત્ર તણાયા હોવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદને પગલે મોરબી જિલ્લાના નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. ત્યારે ભારે વરસાદને કારણે પાણીના પ્રવાહમાં તણાતા પુત્રને બચાવવા જતા પિતા પણ તાણાયા હતા. ઘટનાની તંત્રને જાણ કરતા રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું.

મોરબીમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે, રાયસંગપર ગામે પિતા-પુત્ર તણાયા

હિમાંશુ ભટ્ટ, મોરબી: મોરબી જિલ્લાના રાયસંગપર ગામે પિતા પુત્ર તણાયા હોવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદને પગલે મોરબી જિલ્લાના નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. ત્યારે ભારે વરસાદને કારણે પાણીના પ્રવાહમાં તણાતા પુત્રને બચાવવા જતા પિતા પણ તાણાયા હતા. ઘટનાની તંત્રને જાણ કરતા રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લાના રાયસંગપરથી હળવદ અવતા પિતા-પુત્ર પાણીમાં તણાયા હતા. મોરબી જિલ્લાના રાયસંગપરમાં શ્રીપાલભાઇ નારાયણભાઇ ઉ 18 અને નારાયણભાઇ બેચરભાજી દલવાડી 45 પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. પુત્ર પાણીમાં તણાયા બાદ પિતા બહાર કાઢવા જતા બંને પાણીમાં તણાયા હતા. બંને પાણીમાં તણાતા રેસ્ક્યૂ માટે તંત્રને જાણ કરાઇ હતી. હળવદના ટીડીઓ સ્થળ ઉપર જવા રવાના થયા છે. ત્યારે તંત્ર પિતા-પુત્રનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં વહેલી સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મોરબી જિલ્લામાં વહેલી સવારે બે કલાકમાં હળવદમાં 3 ઈંચ, મોરબીમાં 2 ઈંચ, ટંકારામાં પોણો ઈંચ, વાંકાનેર અને માળીયામાં અડધો ઈંચ વરસાદ નોંધોય છે. જ્યારે મોરબી જિલ્લાના ટંકારમાં છેલ્લા 18 કલાકમાં 10 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

મોરબી જીલ્લાના તમામ તાલુકામાં છેલ્લા 18 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લામાં સાડા ત્રણથી લઇને 10 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ટંકારા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે. મોરબી શહેર અને તાલુકામાં પોણા 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે માળિયા તાલુકામાં સાડા ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. હળવદ તાલુકામાં પણ સાડા ત્રણ ઈચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news