નારાયણ સરોવરથી લખપત સુધી તીડનો આતંક : ગામલોકો બોલ્યા-મદદ નહિ મળે તો દુષ્કાળનો સામનો કરવો પડશે

કચ્છ (Kutch) સરહદે સામે પાર પાકિસ્તાન (Pakistan) થી ઉડીને આવેલા તેજના ટોળાઓએ આ વિસ્તારમાં ધામા નાખ્યા છે. નારાયણ સરોવરથી લખપત સુધી અને દરિયાઇ વિસ્તાર એવા રોડાસર સહિતના વિસ્તારોમાં ખેતીના પાક પર આ રણતીડે આક્રમણ કર્યું છે. આ તીડના ટોળા પ્રથમ છેર નાની, મોટી, કપુરાશી ગામમાં ઉતર્યા હતા. કચ્છના છેવાડાના સરહદી ગામોમાં પણ તીડનો ત્રાસ પહોંચી ગયો છે.
નારાયણ સરોવરથી લખપત સુધી તીડનો આતંક : ગામલોકો બોલ્યા-મદદ નહિ મળે તો દુષ્કાળનો સામનો કરવો પડશે

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છ (Kutch) સરહદે સામે પાર પાકિસ્તાન (Pakistan) થી ઉડીને આવેલા તેજના ટોળાઓએ આ વિસ્તારમાં ધામા નાખ્યા છે. નારાયણ સરોવરથી લખપત સુધી અને દરિયાઇ વિસ્તાર એવા રોડાસર સહિતના વિસ્તારોમાં ખેતીના પાક પર આ રણતીડે આક્રમણ કર્યું છે. આ તીડના ટોળા પ્રથમ છેર નાની, મોટી, કપુરાશી ગામમાં ઉતર્યા હતા. કચ્છના છેવાડાના સરહદી ગામોમાં પણ તીડનો ત્રાસ પહોંચી ગયો છે.

છેવાડાના સરહદી ગામોમાં Zee 24 કલાકની ટીમ પહોંચી હતી. જ્યાં લોકોએ જણાવ્યું કે, કચ્છના સરહદી વિસ્તારમાં તીડના ટોળાએ આક્રમણ કરતાં ખેતીવાડી અને પશુપાલન માટેના ઘાસમાં નુકસાન થયું છે. તાલુકાના ગામડાઓમાં તીડના ટોળાં હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે. આ તીડ જ્યાં પણ રાતવાસો કરે છે, ત્યાં બધુ જ સફાયો કરી દે છે. અહીં મંત્રીઓએ પણ મુલાકાત લીધી છે, ત્યારે લોકોને ડર છે કે, તંત્ર અહીં જરૂરી અને યોગ્ય મદદ કરે નહિ તો બે વર્ષના દુષ્કાળ બાદ ફરી દુષ્કાળનો સામનો કરવો પડશે. 

કચ્છના સરહદી વિસ્તારમાં તીડના ટોળાએ આક્રમણ કરતાં ખેતીવાડી અને પશુપાલન માટેના ઘાસમાં નુકસાન થયું છે. ચેલખપટ તાલુકાના ગોગરિયાના ગામમાં તીડના ટોળાં ઉડતા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે. આ તીડ જ્યાં પણ રાતવાસો કરે છે ત્યાં આગળ સફાયો કરી દે છે. 

લખપતના 15 અને અબડાસાના 3 અને નખત્રાણાના 3 ગામોમાં તીડ દેખાયા છે. ત્યારે આ માટે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ ભૂજ ખાતે ઉભો કરવામાં આવ્યો છે. હાલ કચ્છના કુલ 88 હેક્ટરમાં તીડ દેખાયા છે. આ તમામ વિસ્તારોમાં હાલ દવાનો છંટકાવ ચાલુ છે. રણ વિસ્તારના સરહદી ગામડાઓમાં તીડના ટોળાં ધીરેધીરે વ્યાપક બની રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં તીડનું આક્રમણ વધ્યું છે. ત્યારે રાજ્ય સરકારે કચ્છને તીડના ત્રાસથી બચાવવા 28 ટીમોને તૈનાત કરી છે. કચ્છના કુલ 2000 હેક્ટરમાં સર્વે હાથ ધરાયો છે.

દવા છાંટવા ગયેલા સેવકો બીમાર પડ્યા
તીડ નિયંત્રણ- સર્વે માટે ગયેલાં 1 મહિલા સહિત 5 ગ્રામસેવક-તલાટીને ઝેરી દવાની અસર થતાં દોડધામ મચી જવા પામી હતી. લખપતના મોટી છેર ગામે તીડના કારણે ખેતરમાં થયેલાં તીડ નિયંત્રણની કામગીરી સાથે પાકની નુકસાનીનો સર્વે કરવા માટે ગયેલા તલાટી અને ગ્રામ સેવકને ઝેરી દવા ચડી ગઇ હતી. પાકમાં છેલ્લી વખત દવા છાંટવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ તલાટી અને અન્ય ગ્રામસેવકો ત્યાં પવનની દિશામાં હાજર હતા. જેથી પવનની સાથે આવેલી દવાની અસર તલાટી સહિત તમામને થઇહ તી. તેમને દવા ચડવા લાગી હતી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news